________________
શતક-૧: ઉદ્દેશક-૧
_.
[ ૩૯]
ભાવાર્થ :- વાણવ્યંતર દેવોની સ્થિતિમાં ભિન્નતા છે. તેિ સિવાય) શેષ સમસ્ત વર્ણન નાગકુમારદેવોની જેમ સમજવું જોઈએ.
તે જ રીતે જ્યોતિષ્ક દેવોના સંબંધમાં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે, તેનો ઉચ્છવાસ જઘન્ય અનેક મુહુર્ત અને ઉત્કૃષ્ટ પણ અનેક મુહૂર્ત પછી થાય છે. તેનો આહાર જઘન્ય અને ઉત્કૃષ્ટ દિવસ પ્રથકૃત્વ અર્થાત્ અનેક દિવસ પશ્ચાતુ થાય છે. શેષ વર્ણન પૂર્વવતુ.
વૈમાનિક દેવોની ઔધિક સ્થિતિનું કથન કરવું. તેનો ઉચ્છવાસ જઘન્ય અનેક મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૩૫ખવાડિયા પશ્ચાત્ થાય છે. તેનો આભોગનિર્વર્તિત આહાર જઘન્ય અનેકદિવસ અને ઉત્કૃષ્ટ ૩૩૦૦૦ વર્ષ પશ્ચાત્ થાય છે. આ રીતે ત્યાં સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું. અચલિત કર્મોની નિર્જરા કરતા નથી.
વિવેચન :
દેવોની સ્થિતિ :- વાણવ્યંતર દેવોની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની, ઉત્કૃષ્ટ એક પલ્યોપમની,
જ્યોતિષ્ક દેવોની સ્થિતિ જઘન્ય પલ્યનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટ લાખ વર્ષ અધિક એક પલ્યોપમની.
વૈમાનિક દેવોની ઔધિક સ્થિતિ સમસ્ત વૈમાનિક દેવોની સામાન્યતઃ જઘન્ય એક પલ્યોપમની, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. જઘન્ય સ્થિતિ સૌધર્મદેવલોકની અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ સ્થિતિ અનુત્તર વિમાનવાસી દેવોની અપેક્ષાએ છે.
વૈમાનિક દેવોના શ્વાસોચ્છવાસ એવં આહારના પરિમાણનો સિદ્ધાંત :- વૈમાનિક દેવની જેટલા સાગરોપમની સ્થિતિ હોય તેટલા પક્ષે–પખવાડીયે તેનો શ્વાસોચ્છવાસ હોય છે અને તેટલા જ હજાર વર્ષ પશ્ચાત્ તેને આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે.
મુદત્ત પુદત્તસ :- અનેક મુહૂર્ત. અહીં અનેક' શબ્દથી બેથી અધિક સંખ્યાનું ગ્રહણ થાય છે. પરંતુ બેથી અધિક કેટલી સંખ્યાનું ગ્રહણ થાય છે તે નિશ્ચિત કરી શકાતું નથી. કારણ કે સૂત્રમાં પલ્યોપમના આઠમા ભાગની સ્થિતિવાળા દેવોના શ્વાસોચ્છવાસનું કાલમાન અનેક મુહૂર્તનું કહ્યું છે. તે જ રીતે બે પલ્યોપમની સ્થિતિવાળા દેવનું શ્વાસોચ્છવાસ કાલમાન પણ અનેક મુહૂર્ત જ કહ્યું છે.
પ્રસ્તુત પ્રકરણમાં પલ્યોપમની સ્થિતિવાળા દેવોનું શ્વાસોચ્છવાસ કાલમાન અનેક મુહૂર્ત અને એક સાગરોપમની સ્થિતિવાળા દેવોનું શ્વાસોચ્છવાસ કાલમાન એક પક્ષનું કહ્યું છે. અનેક મુહૂર્ત અને એક પક્ષની વચ્ચેનું કાલમાન સૂત્રમાં કહ્યું નથી. તેથી અનેક મુહૂર્તમાં બે મુહૂર્તથી નવ કે દસ, વીસ, ચાલીસ આદિ બેથી અધિક ગમે તેટલા મુહૂર્તનું ગ્રહણ થઈ શકે છે. કારણ કે એક પલ્યોપમની સ્થિતિવાળા દેવો માટે કથિત અનેક મુહૂર્ત અને પપ પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓના અનેક મુહૂર્તમાં દસ, વીસ આદિ મુહુર્તનું અંતર થઈ શકે છે. તેથી સ્પષ્ટ થાય છે કે અનેક(પુર)શબ્દથી બેથી અધિક ગમે તે સંખ્યા ગ્રહણ