________________
શતક–૧: ઉશકે—૧
_
- ૨૭ |
રૂપે પરિવર્તિત થઈ જાય તે પરિણત કહેવાય છે. શરીર રૂપે પરિણત થયેલા પુદ્ગલો શરીર સાથે એક મેક થઈ શરીર સાથે પુષ્ટ થાય તે ચયચિત] કહેવાય છે. જેનો ચય થયો છે તેમાં અન્ય અન્ય પુદ્ગલોનું એકત્રિત થવું તે ઉપચય[ઉપચિત], કહેવાય છે. આહાર - આહાર શબ્દ અહીં ગ્રહણ અને ઉપભોગ તે બંને અર્થોમાં પ્રયુક્ત છે. પ્રસ્તુતમાં પ્રત્યેક પદના આહાર સંબંધિત ચાર ચાર પ્રશ્ન છે. (૧) આહારિત (૨) આહારિત–આહીયમાણ (૩) અનાહારિતઆહારિષ્યમાણ એવં (૪) અનાહારિત–અનાહારિષ્યમાણ.
આ ચાર પ્રશ્નોના ૩ ભંગ થઈ શકે છે. અસંયોગી છ ભંગ- (૧) આહત (૨) આહીયમાણ (૩) આહરિષ્યમાણ (૪) અનાહત (૫) અનાહીયમાણ (૬) અનાહીષ્યમાણ. આ છ પદના આધારે જ દ્વિકસંયોગી–૧૫ ભંગ, ત્રિકસંયોગી-૨૦ ભંગ, ચતુઃસંયોગી–૧૫ ભંગ, પંચસંયોગી-૬ ભંગ, ષસંયોગી એક ભંગ થાય છે. કુલ ૬૩ ભંગ થાય છે. પ્રત્યેક ભંગના એક એક પ્રશ્ન થઈ શકે છે.
પુદ્ગલોનું ભેદન :- અપર્વતનાકરણ અને ઉદ્વર્તનાકરણ (અધ્યવસાય વિશેષ)થી તીવ્ર, મંદ, મધ્યમ રસવાળા પુગલોને અન્ય રૂપમાં પરિણત-પિરિવર્તિત કરવા. જેમ કે તીવ્રને મંદ રસવાળા અને મંદને તીવ્ર બનાવવા તેને ભેદન કહે છે.
પુગલોનો ચય ઉપચય:- અહીં આહારથી શરીરને પુષ્ટ થવું તે ચય અને વિશેષ પુષ્ટ થવું તે ઉપચય છે. આ કથન આહાર દ્રવ્ય વર્ગણાની અપેક્ષાએ જાણવું જોઈએ. આહાર સંબંધી ચય ઉપચયનું વર્ણન તેરમા સૂત્રમાં છે. પછી ચૌદમા, પંદરમા સૂત્રમાં કર્મ સંબંધી ભેદન આદિનું કથન છે. તેથી પંદરમા સૂત્રમાં કર્મસંબંધી ચયનો પ્રસંગ છે. છતાં સૂત્રમાં આહારની અપેક્ષાએ કથન છે તે પાઠ વિચારણીય છે.] અપવર્તન :- અધ્યવસાય વિશેષથી કર્મની સ્થિતિ અને રસને ઘટાડવા.
ઉદવર્તન- અધ્યવસાય વિશેષથી કર્મની સ્થિતિ અને રસને વધારવા.
સંક્રમણ :- અધ્યવસાય વિશેષથી કર્મની ઉત્તર પ્રવૃતિઓનું એકબીજામાં પરિવંતન કરવું. સંક્રમણમૂલપ્રકૃતિમાં થતું નથી. ઉત્તર પ્રવૃતિઓમાં થાય છે પણ આયુષ્યકર્મની ઉત્તરપ્રવૃતિઓમાં થતું નથી. તેમ જ દર્શનમોહ અને ચારિત્રમોહનું પણ પરસ્પર સંક્રમણ થતું નથી. નિધત્ત :- ભિન્ન ભિન્ન કર્મ પુદ્ગલોને એકત્રિત કરી, ધારણ કરવા. કર્મોની નિધત્ત અવસ્થામાં ઉદ્વર્તના અને અપવર્તના આ બે કરણોથી જ પરિવર્તન થઈ શકે છે. આ બે કરણો સિવાય સંક્રમણાદિ અન્ય કોઈ પણ કરણથી જેમાં પરિવર્તન ન થઈ શકે, તે પ્રકારની કર્મની અવસ્થાને નિધત્ત કહે છે. નિકાચન – નિધત્ત કરેલા કર્મોનું એવું સુદઢ થઈ જવું કે જેમાં તે કર્મદલિકો એકબીજાથી પૃથફ ન થઈ શકે. જેમાં કોઈ પણ કારણ કિંચિત્ પણ પરિવર્તન ન કરી શકે. અર્થાત્ કર્મ જે રૂપમાં બાંધ્યા છે તે જ રૂપમાં ભોગવવા પડે તે નિકાચિત કર્મ કહેવાય છે.