________________
૨૬
શ્રી ભગવતી સૂત્ર–૧
बंधोदय वेदोयट्ट, संकमे तह णिहत्तण णिकाये । अचलियं कम्मं तु भवे, चलियं जीवाओ णिज्जर ॥
ભાવાર્થ :પ્રશ્ન– હે ભગવન્ ! શું નારક જીવ આત્મપ્રદેશોથી ચલિત કર્મોની નિર્જરા કરે છે કે અચલિત કર્મોની નિર્જરા કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! નારક જીવ આત્મપ્રદેશોથી ચલિત કર્મોની નિર્જરા કરે છે, અચલિત કર્મોની નિર્જરા કરતા નથી.
ગાથાર્થ– બંધ ઉદય, વેદન, અપર્વતન, સંક્રમણ, નિધત્તન અને નિકાચનના વિષયમાં અચલિત કર્મ અને નિર્જરાના વિષયમાં ચલિત કર્મ સમજવું જોઈએ.
વિવેચન :
નારકોની સ્થિતિ આદિના સંબંધમા પ્રશ્નોત્તર ઃ– શાસ્ત્રકારે આ સૂત્રોમાં નારકોની સ્થિતિ આદિ સંબંધિત ૮ પ્રશ્નોત્તર પ્રસ્તુત કર્યા છે, ક્રમશઃ તે આ પ્રકારે છે– (૧) સ્થિતિ (૨) શ્વાસોચ્છ્વાસ સમય (૩) આહાર (૪) આહારિત-અનાહારિત પુદ્ગલ પરિણમન (૫) તેના જ ચય, ઉપચય, ઉદીરણા, વેદન અને નિર્જરા વિષયક વિચાર (૬) આહાર દ્રવ્ય વર્ગણાના અને કર્મદ્રવ્યવર્ગણાના પુદ્ગલોનું ભેદન, ચય, ઉપચય, ઉદીરણા, વેદના, નિર્જરા, અપવર્તન, સંક્રમણ, નિધત્તન અને નિકાચન સંબંધિત વિચાર (૭) તૈજસ–કાર્પણના રૂપમાં ગૃહીત પુદ્ગલોનું ગ્રહણ, ગૃહીતની ઉદીરણા, વેદના અને નિર્જરાની અપેક્ષાએ ત્રિકાલ વિષયક વિચાર (૮) ચલિત—અચલિત કર્મ સંબંધી બંધ, ઉદીરણા, વેદન, અપવર્તન, સંક્રમણ, નિધત્તન, નિકાચન અને નિર્જરાની અપેક્ષાએ વિચાર કર્યો છે.
સ્થિતિ :– આત્મરૂપી દીપકમાં આયુકર્મ પુદ્ગલ રૂપી તેલના વિધમાન રહેવાની સમય મર્યાદાને સ્થિતિ કહે છે. અહીં સ્થિતિ શબ્દ આયુષ્ય કર્મની સ્થિતિનો વાચક છે. નારકીની સ્થિતિ જઘન્ય ૧૦૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. સાતે નરકની સ્થિતિ પ્રજ્ઞાપના સૂત્રાનુસાર જાણવી.
આણમન–પ્રાણમન તથા ઉચ્છ્વાસ–નિઃશ્વાસ :- આણમન–પ્રાણમન તથા ઉચ્છ્વાસ–નિઃશ્વાસનો અર્થ સમાન લાગવા છતાં તેમાં ભિન્નતા છે. તેમાં આત્યંતર શ્વાસોચ્છ્વાસને આણમન–પ્રાણમન અને બાહ્ય શ્વાસોચ્છ્વાસને ઉસતિ–નિસસંતિ કહે છે.
નારકોનો આહાર ઃ– નારકોનો આહાર બે પ્રકારનો હોય છે. અનાભોગ નિર્વર્તિત—અબુદ્ધિપૂર્વકનો આહાર અને આભોગનિર્વર્તિત–બુદ્ધિપૂર્વકનો આહાર. અનાભોગ આહાર તો પ્રતિક્ષણ—સતત થાય છે અને આભોગ નિર્વર્તિત આહાર અસંખ્યાત સમયના અંતર્મુહૂર્તે થાય છે. તે સિવાય શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં નારકોના આહાર વિષયક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, દિશા, સમય આદિની અપેક્ષાએ પણ વિચારણા કરી છે.
પરિણત, ચિત, ઉપચિત આદિ :– આહારરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલો શરીર સાથે એકમેક થઈ શરીર