________________
[ ૧૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૧ |
(૫) પૃથ્વીઓ (૬) વાવંત–જેટલા દૂરથી ઈત્યાદિ (૭) નરયિક (૮) બાલ (૯) ગુરુક (૧૦) ચલનાદિ પ્રથમ શતકના દશ ઉદ્દેશકોના નામ છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં આ શતકના દશ ઉદ્દેશકના નામ છે. જેનું કથન તેના આધ અથવા મુખ્ય વિષયના આધારે થયું છે.
(૧)
:- પ્રથમ ઉદ્દેશકમાં “ચલમાન ચલિત'ના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ હોવાથી તેનું નામ “ચલન'
(૨) કુણ :– બીજા ઉદ્દેશકના પ્રારંભમાં દુઃખ વિષયક પ્રશ્નોત્તર હોવાથી તેનું નામ દુઃખ છે. (૩) રણપોષ:- ત્રીજા ઉદ્દેશકમાં કાંક્ષા મોહનીય કર્મ સંબંધી વિસ્તૃત વિવેચન હોવાથી તેનું નામ “ કાંક્ષાપ્રદોષ’ છે. (૪) પI:- ચોથા ઉદ્દેશકનો પ્રારંભ કર્મ પ્રકૃતિના વિષયથી થતો હોવાથી તેનું નામ “કર્મ પ્રકૃતિ છે. (૫) પુદવ:– પાંચમા ઉદ્દેશકમાં નરક પૃથ્વી વિષયક પૃચ્છા હોવાથી તેનું નામ પૃથ્વી છે. (૬) નાવતે :- છઠ્ઠા ઉદ્દેશકમાં સૂર્યોદય-સૂર્યાસ્ત સમયની સૂર્યની ક્ષેત્ર મર્યાદાનું કથન હોવાથી તેનું નામ “યાવન્ત’ છે. (૭) :-સાતમા ઉદ્દેશકમાં નૈરયિકની ઉત્પત્તિ સંબંધી વર્ણન હોવાથી તેનું નામ નરયિક છે. (૮) વા? – આઠમા ઉદ્દેશકમાં એકાંત બાલ વિષયક પૃચ્છા હોવાથી તેનું નામ “બાલ” છે. (૯) ગુણ:- નવમા ઉદ્દેશકના પ્રારંભમાં જીવની લઘુતા-ગુરુતાના કારણોનું નિરૂપણ હોવાથી તેનું નામ “ગુરુક છે. (૧૦) વન -દશમા ઉદ્દેશકમાં અન્યતીર્થિકોની ચલમાન અચલિતાદિમાન્યતાનું નિરાકરણ હોવાથી તેનું નામ “ચલનાદિ છે.
આ રીતે “ચલમાન ચલિત'ના સિદ્ધાંતથી પ્રારંભ થયેલું આ શતક તે જ સિદ્ધાંતને પુષ્ટ કરીને પૂર્ણ થાય છે. ઉપોદ્ઘાત :| ३ तेणं कालेणं तेणं समएणं रायगिहे णाम णयरे होत्था, वण्णओ । तस्स णं रायगिहस्स णयरस्स बहिया उत्तरपुरस्थिमे दिसीभाए गुणसिलए णामं चेइए होत्था । सेणिए राया, चिल्लणा देवी । ભાવાર્થ-તે કાલે [અવસર્પિણી કાલમાં અને તે સમયે ચોથા આરામાં ભગવાન મહાવીરના યુગમાં