________________
| શતક–૧: ઉદ્દેશક-૧,
રાજગૃહ નામનું નગર હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં અંકિત ચંપાનગરીના વર્ણનની સમાન સમજવું. તે રાજગૃહ નગરની બહાર ઉત્તર-પૂર્વ દિમાગમાં ઈશાન કોણમાં ગુણશીલક નામનું ઉદ્યાન હતું. ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા અને તેને ચેલણાદેવી નામની રાણી હતી. પ્રભુ મહાવીરની ગુણસંપન્નતા :| ४ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे आइगरे तित्थयरे सयंसंबुद्धे पुरिसुत्तमे पुरिससीहे पुरिसवरपुंडरीए पुरिसवरगंधहत्थी लोगुत्तमे लोगणाहे लोगहिए लोगपईवे लोगपज्जोयगरे अभयदए चक्खुदए मग्गदए सरणदए जीवदए बोहिदए धम्मदए धम्मदेसए धम्मणायगे धम्मसारहि धम्मवरचाउरतचक्कवट्टी अप्पडिहय वरणाण-दसणधरे वियट्टछउमे जिणे जावए तिण्णे तारए बुद्धे बोहए मुत्ते मोयए सव्वण्णू-सव्वदरिसी सिव-मयल-मरुय-मणंत-मक्खय-मव्वाबाह-मप्पुणरावित्तिय सिद्धिगइणामधेयं ठाणं संपाविउकामे जाव समोसरणं । परिसा णिग्गया । धम्मो कहिओ । परिसा पडिगया । ભાવાર્થ :- કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં વિચરણ કરી રહ્યા હતા. જે દ્વાદશાંગી રૂપ શ્રુતની આદિ કરનારા, તીર્થકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ,પુરુષવર પુંડરિક, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તિ સમાન, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકહિતકર, લોક પ્રદીપ, લોક પ્રદ્યોતકર, અભયદાતા, ચક્ષુદાતા, માર્ગદાતા, શરણદાતા, સંયમ રૂપ જીવનદાતા, બોધદાતા, ધર્મદાતા, ધર્મોપદેશક, ધર્મનાયક, ધર્મસારથિ, ધર્મવર ચાતુરન્ત ચક્રવર્તી, અપ્રતિહત જ્ઞાનદર્શનના ધારક, છા–ઘાતિકર્મના આવરણથી રહિત, રાગ દ્વેષના વિજેતા, અન્યને રાગદ્વેષ પર વિજય પ્રાપ્ત કરવાની પ્રેરણા આપનાર, સ્વયં સંસાર સાગરથી તીર્ણ, અન્યને તારનારા, સ્વયં બોધને પામેલા, અન્યને બોધ કરાવનાર, સ્વયં કર્મબંધનથી મુક્ત, અન્યને મુક્ત કરનારા, સર્વજ્ઞ, સર્વદર્શી, કલ્યાણકારી, અચલ, રોગરહિત, અનંત અક્ષય, અવ્યાબાધ, પુનરાગમનરહિત એવી સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાના કામી, એવા ગુણસંપન્ન પ્રભુનું સમવસરણ પર્યતનું અવશેષ વર્ણન ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું. પરિષદ દર્શન કરવા નગરમાંથી નીકળી, પ્રભુએ આવેલી પરિષદને ધર્મોપદેશ આપ્યો, ઉપદેશ સાંભળી પરિષદ પાછી ચાલી ગઈ.
ગણધર ઈન્દ્રભૂતિનું વ્યક્તિત્વ :|५ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे अंतेवासी इंदभूई णामं अणगारे गोयमसगोत्तेणं सत्तुस्सेहे समचउरंस संठाणसंठिए वज्जरिसहणारायसंघयणे कणयपुलयणिहसपम्हगोरे उग्गतवे दित्ततवेतत्ततवे महातवे