________________
શતક-૧: ઉદ્દેશક-૧
_
અસહાય, અનભિજ્ઞ એવં દુર્બલ સાધકને સહાયતા આપે છે. તેથી તે પરમ ઉપકારી, નમસ્કરણીય એવું મંગલ ફલદાયક છે. તેથી અહીં પાંચ પરમેષ્ટી ભગવંતોને નમસ્કારરૂપ મંગલાચરણ કર્યું છે.
નો વન વિષે જુનો સુયલ્સ :- નમસ્કાર મંત્રના આદિ મંગલ પછી આ પદોનો પ્રયોગ સૂત્રમાં વિભિન્ન રીતે જોવા મળે છે અર્થાત્ હસ્તલિખિત પ્રતોમાં અથવા પ્રકાશિત પ્રતોમાં પણ આ પદોના વિષયમાં એકરૂપતા નથી. કોઈ પ્રતોમાં બ્રાહ્મીલિપિને નમસ્કાર રૂપ એક પદ, કોઈ પ્રતોમાં બ્રાહ્મીલિપિ અને શ્રતને નમસ્કાર રૂપ બે પદ પ્રાપ્ત થાય છે. કોઈ પ્રતોમાં બ્રાહ્મીલિપિ પદ, નમસ્કારમંત્રની સાથે જ છે અને શ્રત'ને નમસ્કાર શતક પરિચયની ગાથા પછી સ્વતંત્ર રૂપે ઉપલબ્ધ થાય છે. આ બંને પદોની ટીકાકારે વ્યાખ્યા કરી છે તે સિવાય કોઈક પ્રતોમાં શ્રુત દેવતાને નમસ્કાર રૂપ પદ પણ મળે છે. આ પ્રકારની વિવિધતાના કારણે, આ પદોને શાસ્ત્ર લેખનકર્તાઓના મંગલરૂ૫ શબ્દો છે, તેમ માનવામાં આવે
આ પદોમાં લેખનની પ્રમુખતાએ બ્રાહ્મી લિપિને અને શ્રુતદેવતા પદથી ગણધરોને નમસ્કાર કરવામાં આવ્યા છે તેથી પણ સ્પષ્ટ થાય છે કે આ પદો ગણધર રચિત નથી. કારણ કે ગણધરોને આગમ રચનામાં લિપિને નમસ્કાર કરવાનું કોઈ પ્રયોજન હોતું નથી અને આગમ રચનાકર્તા સ્વયં ગણધર ભગવંત આગમના પ્રારંભમાં ગણધરોને જ વંદન કરે તે પણ ઉપયુક્ત નથી. માટે આ પદો શાસ્ત્રલિપિ કર્તાઓના છે, આ માન્યતા સમીચીન છે.
તેમ છતાં આ શબ્દોની ભાવાત્મક વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે– (૧) બ્રાહ્મી લિપિના આદિકર્તા ભગવાન ઋષભદેવ છે માટે લિપિના નિર્દેશથી અહીં ઋષભદેવ ભગવાનને નમસ્કાર કર્યા છે. (૨) શ્રતને ધારણ કરનાર શ્રમણ હોય છે તેથી શ્રુત શબ્દથી શ્રતધારક શ્રમણોને નમસ્કાર કર્યા છે. અન્ય રીતે :- (૧) લિપિકર્તાએ પોતાના કાર્યની સફળતા અને નિર્વિજનતા માટે લેખનની લિપિ બ્રાહ્મી હોવાથી તે બ્રાહ્મી લિપિને નમસ્કાર કર્યા છે. (૨) અસ્તિત્વ રૂ૫ શ્રુતજ્ઞાન, અક્ષરરૂપ દ્રવ્યદ્ભુત, ક્ષયોપશમ રૂપ ભાવ શ્રુતજ્ઞાનમાં ઉપકારક હોવાથી લિપિકર્તાએ તેને પણ નમસ્કાર કર્યા છે.
શુદ્ધ અપેક્ષાએ નમસ્કાર મહામંત્રમાં વર્ણિત પંચ પરમેષ્ટી ભગવંતો જ નમસ્કરણીય છે. પંચ પરમેષ્ટિને નમસ્કાર કર્યા પછી કોઈ નમસ્કારણીય અવશેષ રહેતાં નથી. તેથી પ્રસ્તુત સૂત્રમાં ઉપરોક્ત બંને મંગલ પદો ગણધરકત ન હોવાથી તેને કૌંસમાં રાખી તેની મૂળપાઠથી ભિન્નતા દર્શાવી છે.
દશ ઉદ્દેશકોના નામ :२ रायगिह चलण दुक्खे, कंखपओसे य पगइ पुढवीओ ।
जावते णेरइए, बाले गुरुए य चलणाओ ॥ ભાવાર્થ:-(૧) રાજગૃહ નગરમાં ‘ચલન'ના વિષયમાં પ્રશ્ન (૨) દુઃખ (૩) કાંક્ષા પ્રદોષ (૪) કર્મપ્રકૃતિ