________________
[
s
]
શ્રી ભગવતી સૂત્ર-૧
પ્રધાન છે. તેથી તેનો પ્રસ્તુત સૂત્રમાં મંગલાચરણ રૂપે સ્વીકાર કર્યો છે. 'નમ:' પદનો અર્થ :- દ્રવ્ય-ભાવથી સંકોચ કરવો. દ્રવ્યથી પંચાંગબે હાથ, બે પગ અને મસ્તક]નો સંકોચ કરીને, અહંતુ આદિ પંચ પરમેષ્ટીને નમન કરું છું અને ભાવથી આત્માને અપ્રશસ્ત પરિણતિથી પૃથક્ કરીને અહંતુ આદિના ગુણોનું બહુમાન કરું છું. રિહંતા :- પ્રાકૃત ભાષાના 'અરહંત' શબ્દના સંસ્કૃતમાં સાત રૂપાંતર થાય છે. તેના દ્વારા અરિહંતનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. (૧) ઈત્ (ર) મરદોતર (૩) સરથાત (૪) અરહંત (૫) અરયત્ (૬) અરિહંત (૭) મહંત આદિ. તેના અર્થ આ પ્રમાણે છે. (૧) અત્ – લોક પૂજ્ય પુરુષ–જે દેવો દ્વારા નિર્મિત અષ્ટ મહાપ્રાતિહાર્યયુક્ત પૂજાને યોગ્ય છે. ઈન્દ્રો દ્વારા પણ જે પૂજનીય છે. (૨) અરહાંતર :- સર્વજ્ઞ હોવાથી એકાંતરિહ] અને અંતર[મધ્ય)ની કોઈ પણ વાત જેનાથી છૂપી નથી, તે પ્રત્યક્ષ દષ્ટા પુરુષ છે. (૩) રાત:- રથ શબ્દ અહીં પરિગ્રહનો અને અન્ત શબ્દ મૃત્યુનો વાચક છે. જે સાધક સમસ્ત પ્રકારના બાહ્ય અને આત્યંતર પરિગ્રહ અને મૃત્યુ = જન્મ-મરણથી રહિત છે તે. (૪) અરહંત :- આસક્તિ રહિત, રાગ અથવા મોહનો સર્વથા અંત–નાશ કરનાર. (પ) દાન :- તીવ્ર રાગના કારણભૂત મનોહર વિષયોનો સંસર્ગ હોવા છતાં અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ સંપદા હોવા છતાં] જેને કિંચિત્ પણ રાગભાવ થતો નથી તેવા પરમ વીતરાગી મહાપુરુષ અરહયત્ કહેવાય છે. (૬) અરિહંત:- સમસ્ત જીવોમાં રહેલા અંતરંગ શત્રુભૂત આત્મિક વિકારોનો અથવા અષ્ટ વિધ કર્મોનો વિશિષ્ટ સાધના દ્વારા ક્ષય કરનાર. (૭) અહંત – રુહ = સંતાન પરંપરા. જેણે કર્મરૂપી બીજને ભસ્મીભૂત કરી જન્મ-મરણની પરંપરાને સર્વથા વિનષ્ટ કરી છે તે અરુહંત કહેવાય છે. સિદ્ધાણં :- સિદ્ધ શબ્દના વૃત્તિકારે છ નિર્વચનાર્થ કર્યા છે
ध्मातं सितं येन पुराण कर्म, यो वा गतो निवृत्तिसौधमूर्ध्नि ।
ख्यातोऽनुशास्ता परिनिष्ठतायां, यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे ॥ અર્થ - (૧) જેમણે પૂર્વોપાર્જિત કર્મરૂપ સિતનો સર્વથા નાશ કર્યો છે (૨) જેઓ મુક્તિરૂપ પ્રાસાદના અગ્રભાગે બિરાજમાન છે (૩) જેઓ પોતાના નિર્મળ ગુણોથી પ્રસિદ્ધ છે (૪) જેઓ શાસનકર્તા ધિર્મશાસન પ્રવર્તાવનાર] થઈ ચૂક્યા છે (૫) જેઓ કૃતકૃત્ય થઈ ગયા છે (૬) જેઓ મંગળરૂપ બની ગયા છે. તે