________________
શતક-૧: ઉદ્દેશક-૧
_
'શતક-૧ : ઉદ્દેશક-૧
નમસ્કાર મહામંત્રથી સૂત્રનો પ્રારંભ :
णमो अरिहंताणं । નમો સિદ્ધાળ णमो आयरियाणं । णमो उवज्झायाणं । णमो लोए सव्वसाहूणं ।
[णमो बंभीए लिवीए। णमो सुयस्स] ભાવાર્થ :- અહતોને નમસ્કાર હો, સિદ્ધોને નમસ્કાર હો, આચાર્યોને નમસ્કાર હો, ઉપાધ્યાયોને નમસ્કાર હો, લોકના સર્વ સાધુઓને નમસ્કાર હો.[બ્રાહ્મી લિપિને નમસ્કાર હો, શ્રતને નમસ્કાર હો.]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સર્વ પ્રથમ પંચ પરમેષ્ટીને નમસ્કાર કરી, સમગ્ર શાસ્ત્રનું ભાવમંગલ કર્યું છે. શાસ્ત્રના પ્રારંભમાં મંગલાચરણ કરવાના ત્રણ કારણો છે–
(૧) વિનોના ઉપશમન માટે - દરેક શુભ કાર્યોમાં અનેક પ્રકારના વિદ્ગોની શક્યતા છે, શુભ કાર્યના પ્રારંભમાં મંગલાચરણ કરવાથી તે વિનોની ઉપશાંતિ થઈ જાય છે.
(૨) અશુભ કર્મોના ક્ષય માટે - ગુણીજનોને નમસ્કાર કરવાથી અશુભ કર્મોનો ક્ષય થાય છે, માટે કોઈપણ કાર્યના પ્રારંભમાં મંગલરૂપે વંદન-નમસ્કાર કરવા તે ઉચિત જ છે.
૩) શિષ્ટજનોની પરંપરાના પાલન માટે :- દરેક કાર્યના પ્રારંભમાં દ્રવ્યમંગલ કે ભાવમંગલ કરવાની શિષ્ટજનોની પરંપરા હોય છે, તેને જાળવી રાખવા માટે પણ આધમંગલ કરવામાં આવે છે.
અક્ષત, શ્રીફળ, કુમકુમ આદિ દ્રવ્ય મંગલ છે. તે લૌકિક અને વ્યવહારિક મંગલ છે. પંચ પરમેષ્ટીને નમસ્કાર એ લોકોત્તર ભાવમંગલ છે. તે સર્વ પાપનાશક હોવાથી અને શાંતિનું કારણ હોવાથી સર્વ મંગલોમાં