________________
૪
|
શ્રી ભગવતી સૂત્ર-૧
થાય છે અર્થાત્ કર્મ વર્ગણાના પુદ્ગલ અણ–બાદર બંને પ્રકારના હોય છે. * બંધ. ઉદય, ઉદીરણા. અપવર્તન. સંક્રમણ આદિ અચલિત કર્મના થાય છે. કેવળ નિર્જરા જ ચલિત કર્મની થાય છે.
આ રીતે ચોવીસ દંડકની અપેક્ષાએ ઉક્ત સંપૂર્ણ વિષય સમજી લેવો. આહાર, સ્થિતિ આદિનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના વિભિન્ન પદોથી અહીં પણ ચોવીસ દંડકમાં સમજી લેવું. * સ્વયં આરંભ(આશ્રવ) કરનાર આત્મારંભી છે, બીજાને આરંભમાં જોડનાર પરારંભી છે અને ત્રીજો ભેદ ઉભયારંભીનો છે. ત્રેવીસ દંડકના જીવોમાં આ ત્રણ ભેદ મળે છે. મનુષ્યમાં આ ત્રણ ઉપરાંત અનારંભીનો એક ભેદ વિશેષ મળે છે. શુભયોગી પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયત અનારંભી હોય છે. અન્ય અશુભ યોગ યુક્ત પ્રમત્ત સંયત અને અસંયત જીવો આરંભી હોય છે. સલેશી અને ત્રણ શુભ લેશ્યા- વાળા સમુચ્ચય જીવમાં અને મનુષ્યમાં આરંભીના ચારે ભેદ મળી શકે છે. શેષ સર્વ દંડકોમાં પોત-પોતાની વેશ્યાની અપેક્ષાએ આરંભી આદિ ત્રણ ભેદ હોય છે પણ ત્યાં અનારંભી નથી. તેજો, પા અને શુક્લલશી વૈમાનિકમાં પણ આરંભી આદિ ત્રણ જ ભેદો હોય છે.
* જ્ઞાન અને દર્શન આ ભવમાં સાથે રહી શકે છે અને પરભવમાં અને ભવાંતરમાં પણ સાથે આવે છે. ચારિત્ર અને તપ આ ભવપર્યત જ રહે છે અર્થાત્ સંયત અવસ્થામાં પણ મૃત્યુ પામનાર મૃત્યુ પછી તુરંત અસંયત બની જાય છે. સંથારા રૂપે આજીવન તપ કરનાર પણ મરણ પામ્યા પછી તુરંત તપ રહિત થઈ
જાય છે.
* અસંવત અણગાર અને અન્ય અસંવત આત્માઓ મુક્તિ પ્રાપ્ત કરતા નથી. તે સાત અથવા આઠ કર્મોનો પ્રકૃતિબંધ આદિ ચારે પ્રકારના બંધની વૃદ્ધિ કરીને સંસાર ભ્રમણની વૃદ્ધિ કરે છે.
સંવૃત અણગાર-આશ્રવને રોકનારા સુસાધુ જ ક્રમશઃ કર્મ પરંપરાને અટકાવીને, તેનો ક્ષય કરીને મુક્તિ પ્રાપ્ત કરે છે, દુઃખોનો અંત કરે છે. * અસંયત અને અવિરત જીવ પણ દેવગતિમાં જઈ શકે છે. તેઓ અનિચ્છાએ ભૂખ-તરસ, ડાંસ–મચ્છર, ગરમી-ઠંડી, મેલ-પરસેવો આદિ કષ્ટ સહન કરી, અકામ નિર્જરા દ્વારા વ્યંતર દેવ બની શકે છે. તે દેવ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ એક પલ્યોપમ પર્યત દિવ્ય સુખનો અનુભવ કરે છે. * પ્રશ્નોનું સંતોષપ્રદ સમાધાન પ્રાપ્ત થતાં શ્રી ગૌતમ સ્વામીએ પ્રભુ પ્રતિ વંદન-નમસ્કાર કરીને કૃતજ્ઞતાનો ભાવ પ્રદર્શિત કર્યો છે.આ રીતે પ્રત્યેક ઉદ્દેશકના અંતે સમજવું.