________________
| શતક–૧ઃ ઉદ્દેશક-૧
શતક-૧ : ઉદ્દેશક-૧ ORછRODર સંક્ષિપ્ત સાર છROCROR
* શ્રી ભગવતી સૂત્રનો પ્રારંભ નમસ્કાર મહામંત્રથી થાય છે. જેમાં આત્મ સાધનામાં સહાયક અને પ્રેરક પંચ પરમેષ્ટીને નમસ્કાર કર્યા છે. જે ચૌદ પૂર્વના સારભૂત છે. શાસ્ત્રકારે નમસ્કાર મહામંત્રથી શાસ્ત્રનું આધમંગલાચરણ કર્યું છે. ત્યાર પછી ગ્રંથ લિપિબદ્ધ કર્તાએ મંગલાચરણ રૂપે બ્રાહ્મી લિપિ એવું શ્રુત = શ્રુતજ્ઞાનને નમસ્કાર કર્યો છે. * તમને - આ શ્રી ભગવતી સૂત્રનો મુખ્ય સિદ્ધાંત છે. સૂત્રકારે તેને નવ પદ દ્વારા પુષ્ટ કર્યો છે. ચલમાન ચલિત, ઉદીર્યમાણ ઉદીરિત, વેદ્યમાન વેદિત, પ્રહાયમાણ પ્રહણ, છિદ્યમાન છિન્ન, ભિધમાન ભિન્ન, દહ્યમાનદગ્ધ, પ્રિયમાણ મૃત, નિર્જીર્યમાણ નિર્જીર્ણ. આ સિદ્ધાંત બદ્ધ કર્મોની ઉદયાભિમુખ અવસ્થાથી લઈને નિર્જરા–ક્ષય સુધીની અવસ્થાઓની અપેક્ષાએ છે. વર્તમાનકાલ વાંચી પ્રત્યેક ક્રિયા તે જ સમયે ભૂતકાલીન બની જાય છે એ જ સિદ્ધાંત કર્મબંધમાં પણ સમજી શકાય. કારણ કે કર્મબંધ, ઉદય, ઉદીરણા, નિર્જરા આદિ ક્રિયા દરેક જીવ સમયે સમયે કરે છે. જેમ કોઈ વ્યક્તિએ હિંસાનો સંકલ્પ માત્ર કર્યો, તે જ સમયે તેને આરંભિકી ક્રિયા અને તજન્ય કર્મબંધ થઈ જાય છે; તેમ અન્ય અનેક કર્મ પ્રકૃતિઓના બંધ, ઉદય આદિ જીવને પ્રતિક્ષણ –પ્રત્યેક સમયે થતા જ રહે છે. પ્રત્યેક સમયે થતી કર્મની તે ક્રિયાઓની અપેક્ષાએ આ સિદ્ધાંતનું કથન છે કે જે કર્મની જે સમયે ઉદીરણા, જે સમયે ઉદય, જે સમયે નિર્જરાનો પ્રારંભ થયો તે કર્મની ઉદીરણા, ઉદય, નિર્જરા તે જ સમયે થઈ ગઈ. કારણ કે તે દરેક ક્રિયાઓ પ્રત્યેક સમયમાં થાય છે. તેથી સૂત્રમાં કથિત કર્મની વતની થી નિર્જીર્ણમાણ સુધીની નવ ક્રિયાઓ ઘટિત થાય છે.
વ્યવહારમાં જે સમયે કાર્યનો પ્રારંભ થયો છે, તે જ સમયે તેને થયેલું કે પૂર્ણ થયેલું જોઈ શકાતું નથી. વ્યક્તિની કોઈ પણ પ્રવૃત્તિ ઓછામાં ઓછા અસંખ્યાત સમયના વ્યતીત થયા પછી જ પૂર્ણ થાય છે. તેથી વર્તમાને નિઆ કર્મબંધમાં કથિત સિદ્ધાંતને કોઈ પણ સ્થૂલ પ્રવૃત્તિમાં ઘટિત કરી શકાતો નથી. તેમ છતાં દરેક સ્થૂલ પ્રવૃત્તિનું કાર્ય અંશે અંશે ક્રમિક થાય છે અને તે અંતિમ સમયે પૂર્ણ થાય છે. * પહેલાં આહાર કરેલા અથવા ગ્રહણ કરેલા પુદ્ગલનું અને વર્તમાનમાં ગ્રહણ કરાતા પુગલોનું પરિણમન થાય છે. ભવિષ્યમાં ગ્રહણ થનારા પુગલોનું પરિણમન થતું નથી. પરિણમનની જેમ જ કર્મના ચય, ઉપચય, ઉદીરણ, વેદન, નિર્જરણ માટે સમજવું જોઈએ. તૈજસ અને કાર્પણ શરીર માટે પણ આ જ સિદ્ધાંત છે. * સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારના કર્મ દ્રવ્ય વર્ગણાના પુદ્ગલોનું અને આહાર દ્રવ્ય વર્ગણાના પુદ્ગલોનું ભેદન, ચય આદિ થાય છે. ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ, નિધત્તિકરણ, નિકાચિતકરણ કર્મ પુદ્ગલોમાં