________________
શતક-૧: ઉદ્દેશક-૧
_
ગુણસંપન્ન શુદ્ધાત્માને સિદ્ધ કહે છે. એવા સિદ્ધ પરમાત્મા મારું મંગળ કરનારા હો. બારિયાળ - વૃત્તિકારે આચાર્ય શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે– (૧) મા = મર્યાદાપૂર્વક અથવા મર્યાદા સાથે જે ભવ્યજનો દ્વારા વર્ગ = સેવનીય છે તેને આચાર્ય કહેવાય છે. (૨) જે સૂત્ર અને તેના અર્થ–પરમાર્થના જ્ઞાતા, ઉત્તમ લક્ષણોથી યુક્ત, ગચ્છના મેઢીભૂત, ગણને ચિંતામુક્ત કરનાર એવં સૂત્રાર્થના પ્રતિપાદક હોય તે આચાર્ય છે. (૩) જ્ઞાનાદિ પંચાચારોનું જે સ્વયં પાલન કરે અને કરાવે, તે આચાર્ય છે. (૪) જે [મુક્તિ] દૂતની જેમ આ + ચાર) હેયોપાદેયનું, સંઘહિતાહિતનું અન્વેષણ કરવામાં તત્પર હોય તે આચાર્ય છે. ૩૫Tધ્યાય :- વૃત્તિકારે ઉપાધ્યાય શબ્દના પાંચ અર્થ કર્યા છે. (૧) જેની સમીપે સૂત્રનું અધ્યયન, સૂત્રાર્થનું સ્મરણ એવં વિશેષ અર્થ ચિંતન થાય છે. (૨) જે દ્વાદશાંગીરૂપ સ્વાધ્યાયનો ઉપદેશ આપે છે. (૩) જેના સાનિધ્ય[ઉપધાન]થી શ્રુતનો, સ્વાધ્યાયનો અનાયાસ જ આય-લાભ થાય છે. (૪) આયનો અર્થ છે ઈષ્ટફલ. જેનું સાનિધ્ય નિકટતા જ ઈષ્ટફલનું નિમિત્ત કારણ બને છે. (૫) આધિ- માનસિક પીડા+આય-લાભ = આધ્યાય માનસિક પીડાનો લાભ અથવા અધિ–કુત્સિત બુદ્ધિઆય-લાભ = અધ્યાય-કુબુદ્ધિનો લાભ. જેણે આધ્યાય અને અધ્યાય [કુબુદ્ધિ અથવા દુર્ગાનને ઉપહત-નષ્ટ કર્યા છે તે ઉપાધ્યાય. સવ્વ સાહૂણ :- વૃત્તિકારે સાધુ શબ્દના ત્રણ અર્થ કર્યા છે. (૧) જ્ઞાનાદિ શક્તિઓ દ્વારા જે મોક્ષની સાધના કરે છે. (૨) જે સર્વ પ્રાણી પ્રતિ સમભાવ રાખે છે. કોઈ પર રાગ-દ્વેષ કરતા નથી. પ્રાણીમાત્રને આત્મવત્ સ્વીકારે છે. (૩) જે સંયમીઓની મોક્ષ સાધનામાં સહાયક બને છે, તે સાધુ છે. સાધુ શબ્દની સાથે 'સર્વ' વિશેષણનું પ્રયોજન - જેમ અરિહંતો અને સિદ્ધોમાં સ્વરૂપતઃ સમાનતા છે તેવી સમાનતા સાધુઓમાં હોતી નથી. વિવિધ પ્રકારની સાધનાના કારણે સાધુઓમાં અનેક અવાજોર ભેદ હોય છે. સાધુત્વની દષ્ટિ એ સર્વ સાધુ સમાન છે, તેથી વંદનીય છે. સવ–સર્વ વિશેષણ પ્રયોગથી સર્વ પ્રકારના, સર્વ કોટિના સાધુઓનું ગ્રહણ થઈ જાય છે. તે સામાયિક ચારિત્રી હોય, છેદોપસ્થાપનિક, પરિહારવિશુદ્ધિક, સૂક્ષ્મસંપરાયી કે યથાખ્યાત ચારિત્રી, પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત, ૬ થી ૧૪ માં ગુણસ્થાન પર્વતના સાધુ, પુલાકાદિ પાંચ પ્રકારના નિગ્રંથોમાંથી કોઈ પણ સાધુ, જિનકલ્પી, સ્થવિરકલ્પી,