________________
આચાર વિશુદ્ધિનું પ્રેરક બની શકશે તે નિર્વિવાદ છે.
શ્રી ભગવતીસૂત્રની વિશાળતાને લક્ષમાં લઈને તેનું પાંચ ભાગમાં વિભાજન કર્યું છે. જેમાં ભાગ – ૧માં શતક ૧ થી ૪, ભાગ – ૨માં શતક ૫ થી ૮, ભાગ – ૩માં શતક – ૯ થી ૧૪, ભાગ – ૪માં શતક - ૧૫ થી ૨૪, ભાગ – ૫માં શતક - ૨૫ થી ૪૧નો સમાવેશ કર્યો છે.
શ્રુત પરંપરાને અક્ષુણણ બનાવવાના પૂર્વાચાર્યોના પ્રકૃષ્ટ પ્રત્યનોમાં પ્રસ્તુત સંસ્કરણ એક નકકર કડીનું કામ કરી રહ્યું છે.
પ્રસ્તુત સંસ્કરણમાં આઘારભૂત ગ્રંથો ઃ પ્રસ્તુત સંસ્કરણમાં મૂળપાઠમાં શૈલાના દ્વારા પ્રકાશિત શ્રી ભગવતી સૂત્રને આધારભૂત તરીકે સ્વીકાર્યું છે. તેમ જ અનેક સ્થાને ‘અંગ સુત્તાણિ’ તથા ‘મહાવીર જૈન વિદ્યાલયના ભગવતી સૂત્ર' ના આધારે પાઠનું સંશોધન કર્યું છે. ભાવાર્થ અને વિવેચનમાં શ્રી બેચરદાસજી કૃત ભગવતી સૂત્ર, શૈલાના – ભગવતી સૂત્ર, શ્રી મધુરમુનિ કૃત ભગવતી સૂત્ર, ભગવતી સૂત્ર, યુવાચાર્ય મહાપ્રજ્ઞજી કૃત શ્રી ભગવતી સૂત્ર ખંડ – ૧, પૂ. ઘસીલાલજી મ. સા. કૃત ભગવતી સૂત્ર, ભગવતી ઉપક્રમ, જૈનાગમ નવનીત ભાગ ૭ ને આધારભૂત બનાવ્યા છે.
આભાર દર્શન ઃ આ ઉમદાકાર્યના ઉદ્ભવનું પ્રબળ નિમિત્ત પ્રાતઃ સ્મરણીય ઉપકારી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા. નું જન્મ શતાબ્દી વર્ષ.
જેમની ઉજ્જવળ પરંપરામાં જ શાસનમાં સ્થાન પામ્યા, આગમનું જ્ઞાન પામ્યા, જીવન જીવવાનું વિજ્ઞાન પામ્યા, તેવા અનંત ઉપકારી ગુરુવર્યોની ઉપકાર સ્મૃતિ નિમિત્તે આગમ અર્ધ્ય ધરી, અનાદિની અરતિને દૂર કરી, અખંડ ‘રતિ’ - આનંદને પ્રાપ્ત કરવા આ વિશાળ આયોજન કર્યું છે. આયોજનને પૂર્ણ કરવા મુખ્યતા પૂ. મુક્ત-લીલમ ગુરુણી સહ તેમના પરિવારના સાધ્વીજીઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આજે ગુરુ પ્રાણ આગમ બત્રીસીનું ૧૨ મું પુષ્પ પ્રકાશિત થઈ રહ્યું છે. આ પાવન પ્રસંગે સહુ પ્રથમ આગમ સ્રોત સમ ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામી, સૂત્ર સંકલન કર્તા શ્રી સુધર્માસ્વામી, આગમલિપિબદ્ધ કર્તા પૂર્વધર શ્રી દેવર્ધ્વિગણિક્ષમાશ્રમણને હૃદય પટ પર સ્થાપિત કરી શ્રદ્ધાપૂર્વક નતમસ્તકે વંદન કરું છું. જેણે આગમ સાહિત્યને પ્રવાહિત કર્યું, તેવા
51