________________
સંપાદક, આચાર્યશ્રી ઘાસીલાલજી મ. સા. ઈ. સ. ૧૯૬૧.
(૮) હિન્દી અનુવાદ અને વિવેચન સહિત શ્રી ભગવતી સૂત્ર સંપૂર્ણ ૭ ભાગોમાં, જૈન સંસ્કૃતિ સંઘ શેલાનાથી પ્રકાશિત, અનુવાદક પં. ઘેવરચંદજી બાંઠિયા ‘વારપુત્ર'.
(૯) મૂળપાઠ, સંસ્કૃત છાયા, હિન્દી અનુવાદ ભાગ, ચૂર્ણિ, વૃત્તિ સહિત શ્રી ભગવતી સૂત્ર ખંડ-૧ શતક-૧-૨. જૈન વિશ્વભારતી સંસ્થા, લાડનૂથી પ્રકાશિત, સંપાદક યુવાચાર્ય મહાપ્રજ્ઞજી ઈ. સ. ૧૯૯૪.
(૧૦) મૂળપાઠ, હિન્દી અનુવાદ, વિવેચન યુક્ત શ્રી ભગવતી સૂત્ર સંપૂર્ણ ૪ ભાગોમાં, આગમ પ્રકાશન સમિતિ, વ્યાવરથી પ્રકાશિત. પ્રમુખ સંપાદક યુવાચાર્ય શ્રી મધુરમુનિ મ. સા.
(૧૧) ભગવતી ઉપક્રમ, શામજી વેલજી વીરાણી ટ્રસ્ટ, રાજકોટથી પ્રકાશિત પૂ. જનકમુનિ મ. સા., પૂ. જગદીશમુનિ મ. સા. સં. ૨૦૨૫.
(૧૨) જૈનાગમ નવનીત ભા. ૭ (ભગવતી સૂત્ર સારાંશ) આગમ નવનીત પ્રકાશન સમિતિ, સિરોહીથી પ્રકાશિત, સંપાદક, લેખક, આગમ મનીષીશ્રી ત્રિલોકમુનિજી.
વ્યાખ્યાપ્રજ્ઞમિસૂત્રના પૂર્વોક્ત સંસ્કરણો મુદ્રિત છે. તેમાંથી કેટલાક અપૂર્ણ છે અને કેટલાક અનુપલબ્ધ છે. તેમ છતાં કેટલાક મહત્ત્વના સંસ્કરણો ઉપલબ્ધ પણ છે. જેના આધારે જ પ્રસ્તુત સંસ્કરણ તૈયાર થયું છે.
પ્રસ્તુત સંસ્કરણઃ પૂર્વોક્ત અનેક સંસ્કરણો ઉપલબ્ધ હોવા છતાં ગુજરાતી ભાષીઓને લક્ષમાં લઈને ન અતિ વિસ્તૃત, ન અતિ સંક્ષિપ્ત, તેવા વિવેચન સહ પ્રસ્તુત સંસ્કરણ તૈયાર થયું છે. જેમાં મૂળપાઠ, કઠિન શબ્દાર્થ, ભાવાર્થ, વિષયાનુસાર શીર્ષકો, વિષયાનુસાર વિવેચન આપ્યું છે. વિષયબોધની સુગમતા, કઠિન વિષયોની સરળતા અને સ્પષ્ટતા માટે આવશ્યકતાનુસાર ચાર્ટ તૈયાર કર્યા છે. જે સ્વાધ્યાયીઓ માટે અત્યંત ઉપયોગી છે. કથાનકોના પ્રારંભમાં તે કથાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. જેથી વિસ્તૃત વર્ણનો વિના વાચકો કથાના સારભાગને શીધ્ર પ્રાપ્ત કરી શકે છે.
આ રીતે અનેક પ્રકારે આ વિશાળકાય સૂત્રરાજના વિષયને મારા ક્ષયોપશમ અનુસાર સરળ અને સ્પષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જે જનજનના તત્વબોધનું કારણ અને