________________
જનભાષામાં ગુજરાતી ભાષાની પ્રધાનતાએ ટબ્બાઓની રચના થઈ, જેમાં પાર્જચંદ્રગણિના ટબ્બા પ્રસિદ્ધ છે.
ત્યારપછી અઢારમી સદીમાં સ્થાનકવાસી આચાર્ય ધર્મસિંહજી મુનિએ ૨૭ આગમો પર બાલાવબોધ ટબ્બાનું નિર્માણ કર્યું. તેમણે શ્રી ભગવતીસૂત્રનું એક યંત્ર પણ લખ્યું હતું.
આ રીતે આગમોના વ્યાખ્યા સાહિત્યમાં સૂત્રના આધારે નિર્યુક્તિઓ, નિર્યુક્તિઓના આધારે ભાણ, ભાણ તથા નિર્યુક્તિઓ અને મૂળશાસ્ત્રના આધારે ચૂર્ણિઓની રચના થઈ. ટીકા-વૃત્તિઓ સ્વતંત્ર સૂત્રના આધારે અને ભાગ્ય નિર્યુક્તિના આધારે પણ થઈ છે. સમસ્ત વ્યાખ્યાઓના અનુભવે મૂળપાઠના શબ્દાર્થરૂપેટબ્બાઓની રચના થઈ છે. વર્તમાનમાં તે સમસ્ત વ્યાખ્યાઓના આધારે જનભાષામાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
ભગવતી સૂત્રના પ્રકાશિત ગ્રંથોઃ
(૧) અભયદેવસૂરિકૃત વૃત્તિ સહિત શ્રી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર બનારસથી પ્રકાશિત ઈ. સ. ૧૯૧૮.
(૨) ટીકા. ગુજરાતી અનુવાદ સહિત શ્રી ભગવતી સૂત્ર ભા. ૧-૨. જિનાગમ પ્રકાશન સભા, મુંબઈથી પ્રકાશિત, અનુવાદક પં. બેચરદાસજી દોશી, વિસં. ૧૯૭૪.
(૩) શ્રી ભગવતી સૂત્ર મૂળપાઠ સહિત અનુવાદ ભાગ ૩-૪. ગુજરાત વિદ્યાપીઠ જૈન સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ અમદાવાદ. અનુવાદક પં. ભગવાનદાસ દોશી.
(૪) ગુજરાતી છાયાનુવાદ સહિત શ્રી ભગવતી સૂત્ર, જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ અમદાવાદથી પ્રકાશિત, અનુવાદક શ્રી ગોપાલભાઈ જીવાભાઈ પટેલ, ઈ. સ. ૧૯૩૮.
(૫) હિન્દી અનુવાદ સહ ભગવતી સૂત્ર શતક ૧ થી ૨૦, શ્રુત પ્રકાશન મંદિર કલકત્તાથી પ્રકાશિત, સંપાદક મદનકુમાર, વિ. સં. ૨૦૧૧.
(૬) હિન્દી અનુવાદ યુક્ત ભગવતી સૂત્ર સંપૂર્ણ, હૈદ્રાબાદથી પ્રકાશિત, સંપાદક શ્રી અમોલક ઋષિજી મ. સા. વી. સં. ૨૪૪૬.
(૭) સંસ્કૃત ટીકા, હિન્દી - ગુજરાતી અનુવાદ સહ શ્રી ભગવતી સૂત્ર સંપૂર્ણ ૧૭ ભાગમાં, જે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધારક સમિતિ, રાજકોટથી પ્રકાશિત, અનુવાદક, લેખક,