________________
પ્રસિદ્ધ છે. આ રીતે જે દસ સૂત્રો પર નિર્યુક્તિ વ્યાખ્યા ઉપલબ્ધ હતી તેના પર ભાષ્ય વ્યાખ્યા કરવામાં આવી. બે અંગસૂત્ર, બે મૂળસૂત્ર, ચાર છેદસૂત્ર, આવશ્યક સૂત્ર અને સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર આ દસ સૂત્ર પર નિર્યુક્તિની રચના થઈ છે. તેમાંથી નવ સૂત્રો પર નિર્યુક્તિ વ્યાખ્યા આજે પણ ઉપલબ્ધ છે.
ચૂર્ણિઃ ભગવતી સૂત્ર ચૂર્ણિ અદ્યાપિ મુદ્રિત નથી. તેની હસ્તલિખિત પ્રત પ્રાપ્ત થાય છે. તેની પત્રસંખ્યા – ૮૦ છે. તેનું ગ્રંથમાન ૩૫૯૦ શ્લોક પ્રમાણ છે. તેના પ્રારંભમાં મંગલાચરણ કે અંતમાં પ્રશસ્તિ વાક્ય નથી. રચનાકાર કે રચનાકાલનો કોઈ ઉલ્લેખ તેમાં નથી. ચૂર્ણિની ભાષા પ્રાકૃત પ્રધાન છે. વિદ્વાનોના મતાનુસાર શ્રી ભગવતીચૂર્ણિના રચનાકાર આચાર્ય જિનદાસ મહત્તર છે. તેઓએ અનેક સૂત્રો પર ચૂર્ણિ વ્યાખ્યાની રચના કરી હતી. જે આજે પણ ઉપલબ્ધ છે. આ સર્વ ચૂર્ણિઓ ગદ્યાત્મક છે, સંસ્કૃત-પ્રાકૃત મિશ્રિત ભાષામાં છે.
વૃત્તિ-ટીકા ઃ ભગવત્ સૂત્ર પર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરીજીની વૃત્તિ ઉપલબ્ધ છે. વિ. સં. ૧૧૨૮ માં અણહિલપાટણ નગરમાં આ વૃત્તિનું નિર્માણ થયું હતું. તે અનુરુપ શ્લોકના અનુપાતથી ૧૮,૬૧૬ શ્લોક પ્રમાણ છે, તેના પ્રારંભમાં મંગલાચરણ અને અંતે પ્રશસ્તિ સૂચક ૧૬ શ્લોક ઉપલબ્ધ છે, શ્રી મલયગિરિએ પણ વ્યાખ્યાપ્રજ્ઞમિસૂત્ર પર વૃત્તિ લખી છે. જે ૩૭૫૦ શ્લોક પ્રમાણ છે.
શ્રી શીલાંકાચાર્યે આચારાંગ સૂત્ર અને સૂપડાંગ સૂત્ર પર ટીકા લખી હતી તે વર્તમાને ઉપલબ્ધ છે, શેષ નવ અંગ આગમોની ટીકા શ્રી શીલાંકાચાર્યના શિષ્ય શ્રીઅભયદેવસૂરિજીએ કરી હતી. તેથી તે નવાંગી ટીકાકાર તરીકે પ્રસિદ્ધ થયા. તે સિવાય આચાર્ય હરિભદ્રસૂરી, આચાર્ય મલયગિરી, આચાર્ય હેમચંદ્રાચાર્ય વગેરે અનેક પ્રસિદ્ધ ટીકાકારો થયા છે.
વીસમી સદીમાં આચાર્ય શ્રી ઘાસીલાલજી મ. એ બત્રીસ સૂત્રો પર સંસ્કૃત વ્યાખ્યા કરી છે. જેમાં ભગવતી સૂત્રની વ્યાખ્યા પુસ્તકાકારે સત્તર ભાગમાં ઉપલબ્ધ છે. તેમાં હિંદી ગુજરાતી અનુવાદ પણ સાથે છે.
ટબ્બા સંસ્કૃત ટીકાઓના જમાના પછી અર્થાત્ વીર નિર્વાણ ૨૦૦૦ વર્ષ પછી
48.