________________
તે સિવાય દસૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્રની નિર્યુક્તિઓ ઉપલબ્ધ છે.
તેમ છતાં પ્રસ્તુત આગમના સૂત્રપાઠમાં કેટલાક નિરુક્તો પ્રાપ્ત થાય છે. તથા
(१) जम्हा आणमड़ वा पाणमइ वा उस्ससइ वा णीससइ वा तम्हा पाणी त्ति वत्तव्वं सिया।
(२) जम्हा भूए भवइ भविस्सड़ य तम्हा भूए त्ति वत्तव्वं सिया ।
(३) जम्हा जीवे जीवइ, जीवत्तं आउयं च कम्म उवजीवइ तम्हा जीवे त्ति वत्तव्वं સિયા
સે તેણí પાળે ત્તિ વત્તત્રં સિયા નાવ વે ત્તિ વત્તત્રં સિયા, શતક- ૨/૧
શ્રી હરિભદ્રસૂરજી નિર્યુક્તિનો અર્થ નિક્ષેપ નિર્યુક્તિ કરે છે. પ્રસ્તુત આગમમાં આ અર્થ પણ અનેક સ્થાને ઘટિત થાય છે. યથા
दव्वओ लोए सअंते, खेत्तओ लोए सअंते । कालओ लोए अणंते, भावओ लोए अणंते । दव्वओ जीवे सअंते, खेत्तओ जीवे सअंते । कालओ जीवे अणंते, भावओ जीवे अणंते ।
નિર્યુક્તિ વ્યાખ્યાઓની ભાષા પ્રાકૃત છે, શૈલી પદ્યમય છે અને સંક્ષિપ્ત છે. તેનો રચનાકાળ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના શાસ્ત્રલેખન પછીનો છે અર્થાત્ વીર નિર્વાણ ૧૦૫૦ વર્ષ આસપાસ (લગભગ) નિર્યુક્તિઓની રચના થઈ છે. નિર્યુક્તિઓના રચનાકાર દ્વિતીય ભદ્રબાહુ સ્વામી છે, કેટલાક આચાર્યોના મતે નિર્યુક્તિના રચનાકાર પ્રથમ ભદ્રબાહુ સ્વામી
ભાષ્ય દસ સૂત્રો પર નિર્યુક્તિ વ્યાખ્યા થયા પછી તેની વિસ્તૃત વ્યાખ્યાની આવશ્યકતા ઉત્પન્ન થઈ અને તે નિર્યુક્તિ ગાથાઓને આધારે જ ભાષ્યરૂપ વ્યાખ્યાઓની રચના કરવામાં આવી. તે વ્યાખ્યા પ્રાકૃત પદ્યમય છે, વિવેચનાત્મક અને દષ્ટાંત આદિથી યુક્ત છે. ભાષ્ય રચનાકર્તામાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને આચાર્ય સિદ્ધસેનગણિ