________________
વાર્થમ્ (How)અને વા –વેન (Why) આ બે સૂત્રને લઈને વસ્તુ સ્થિતિના અંતરતમ સુધી પ્રવેશ કરે છે, અનેક પ્રકારના પ્રયોગો કરીને સત્યતત્ત્વ ઉદ્ઘાટિત કરે છે, તે જ રીતે આ શૈલી દ્વારા આ બે સૂત્રના આધારે જ પોતાની જિજ્ઞાસા પ્રસ્તુત કરીને, સમાધાન પ્રાપ્ત કરીને મૂળભૂત તત્ત્વને પામ્યા છે.
રચનાકાર દ્વાદશાંગી સૂત્રના રચનાકાર ગણધરો હોય છે. તેથી આ વિશાળકાય ભગવતી સૂત્ર પણ ગણધર કૃત છે. શાસનના પ્રારંભમાં દ્વાદશાંગીની રચના સમયે જ આ સૂત્રની રચના ગણધરો કરે છે. પછી તેમાં પ્રશ્નોત્તરનો ઉમેરો પણ ગણધરો યોગ્ય સમયે એક સાથે કરે છે.
ઉપાંગ સૂત્રનો અતિદેશ શા માટે? પ્રસ્તુત આગમમાં અનેક સ્થાને પ્રજ્ઞાપના સૂત્ર, જીવાભિગમ સૂત્ર, રાજપ્રશ્નીય સૂત્ર, ઔપપાતિક સૂત્ર આદિ સૂત્રોનો અતિદેશ કર્યો છે. પ્રશ્ન થાય કે અંગસૂત્રમાં ઉપાંગ સૂત્રનો અતિદેશ કર્યો છે. પ્રશ્ન થાય કે અંગસૂત્રમાં ઉપાંગ સૂત્રનો અતિદેશ શા માટે? તેનું સમાધાન એ છે કે આગમલેખનકાળમાં વિષયોની પુનરાવૃત્તિ ન થાય, ગ્રંથનો વિસ્તાર ન થાય તે ઉદ્દેશ્યથી શ્રી દેવર્ધ્વિગણિ આદિ મહાન આચાર્યોએ આ અતિદેશ પદ્ધતિનો સ્વીકાર કર્યો હશે.
ભાષા: પ્રસ્તુત આગમની ભાષા પ્રાયઃ પ્રાકૃત છે અને ક્યાંક શૌરસેની ભાષાનો પ્રયોગ છે, બહલતાએ ગદ્યશૈલી જ છે. શતકના પ્રારંભની સંગ્રહણી ગાથાઓ પદ્યરૂપ છે. એ રીતે ક્યાંક પદ્યભાગ પણ ઉપલબ્ધ થાય છે.
વ્યાખ્યા ગ્રંથોઃ
(૧) નિર્યુક્તિઃ આગમોની સર્વ પ્રથમ થયેલી વ્યાખ્યાઓને નિર્યુકિત કહે છે. પ્રસ્તુત આગમની નિયુક્તિ વ્યાખ્યા ઉપલબ્ધ નથી. આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ દસ સૂત્રોની નિર્યુક્તિઓની રચના કરી હતી, તે દસમાં પ્રસ્તુત સૂત્રનું નામ નથી.
સૂત્રમાં ઉપલબ્ધ એકાદશ અંગના વિવરણમાં સર્વ અંગસૂત્રની સંખ્યાત નિર્યુક્તિઓનો ઉલ્લેખ છે. તે કથન સંખ્યાત શબ્દોની સંખ્યાત નિરક્ત વ્યાખ્યાઓની અપેક્ષાએ છે, ગ્રંથની અપેક્ષાએ નથી. વર્તમાને કેવળ આચારંગસૂત્ર અને સૂયગડાંગસૂત્ર, આ બે અંગ સૂત્રોની જ નિર્યુક્તિઓ પ્રાપ્ત થાય છે. શેષ અંગોની નિયુક્તિઓ ઉપલબ્ધ નથી,
46