________________
દર્શક પાઠ પ્રાપ્ત થાય છે. યથા-સેવં મત્તે સેવં ! ત્તિ મવં નો સમUT માવં મહાવીર वंदहणमंसइ, वंदित्ता, णमंसित्ता, संजमेण तवसा अप्पाणं भावेमाणे विहरइ ।
કેટલાક સ્થાને વિષયની સ્પષ્ટતા માટે પ્રશ્નનો ઉત્તર પ્રતિપ્રશ્નથી અપાયો છે, યથારોહ અણગારના પ્રશ્નો -
पुव्विं भंते! अंडए, पच्छा कुक्कुडी? पुव्विं कुक्कुडी, पच्छा अंडए? रोहा! से णं अंडए कओ? भयवं! कुक्कुडीओ । सा णं कुक्कडी कओ? भंते! अंडयाओ । एवामेव रोहा! से य अंडए, सा य कुक्कडी, पुव्विं पेते पच्छा पेते । दो वि एते सासया भावा, अण्णाणुपुव्वी एसा रोहा!
અનેક સ્થાને પ્રશ્નોત્તરની ભાષા સહજ અને અત્યંત સરળ છે. ક્યાંક પ્રશ્ન અત્યંત વિસ્તૃત છે અને ઉત્તર સંક્ષિપ્ત છે, વિષયનો નિગમન સે તેરૈvi mોય ! વં પુત્રફુ આ પ્રકારના શબ્દ પ્રયોગથી થાય છે.
પ્રત્યેક શતકના પ્રારંભમાં સંગ્રહણી ગાથા છે. જેથી શતકના સર્વ ઉદ્દેશકની નામાવલિ પ્રાપ્ત થઈ જાય છે.
વિષયની અદમબદ્ધતા દરેક અંગશાસ્ત્રોમાં વિષયનો વ્યવસ્થિત ક્રમ કે વિભાજન અવશ્ય છે પરંતુ પ્રસ્તુત આગમ અક્રમિક અને પ્રશ્નોત્તર રૂપે છે, આ સર્વ આગમોથી તેની વિલક્ષણતા છે. આ સૂત્રમાં વર્ણિત વિષય પ્રાયઃ ભગવાન મહાવીરના શાસન-કાળમાં થયેલાં પ્રશ્નોત્તરના સંકલનરૂપ છે.
પ્રસ્તુત આગમમાં સ્થાનભેદે અને કાલભેદે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ સંબંધિત પ્રશ્નોત્તરોના કારણે ક્યારેક વિષયોનું પુનરાવર્તન પણ થયું છે, તે પ્રશ્નોત્તર શૈલીમાં સહજ શકય છે.
પ્રશ્નોત્તર શૈલીની વિશિષ્ટતાઃ પ્રશ્નોત્તર શૈલીની પોતાની આગવી મહત્તા છે. લેખકને જે વિષય, જે રીતે, જેટલા પ્રમાણમાં પ્રસ્તુત કરવો હોય, તે વિષયને કોઈ પણ પ્રકારની પૂર્વભૂમિકા વિના, પ્રશ્નોત્તર રૂપે સંક્ષેપમાં વ્યવસ્થિત રીતે પ્રગટ કરી શકે છે. સળંગ લેખન પદ્ધતિમાં ક્યારેક સર્વ સામાન્ય જનને મૂળભૂત તત્ત્વનો બોધ થવો દુર્ગમ બની જાય છે, જ્યારે પ્રશ્નોત્તર શૈલીમાં વાચકોને વિષયનો બોધ અત્યંત સુગમ બની જાય છે. વિજ્ઞાન