________________
તે જ રીતે પુરુષ સંયોગ વિના પણ ગર્ભધારણ અને ગર્ભસ્થાનાંતરણ આદિ તથા ખગોળવિદ્યાના અનેક સિદ્ધાંતો વૈજ્ઞાનિકો અધિકાંશે સ્વીકારી રહ્યા છે.
આ રીતે પ્રસ્તુત આગમમાં દર્શનશાસ્ત્ર, આચારશાસ્ત્ર, જીવવિદ્યા, લોકવિદ્યા, સૃષ્ટિવિદ્યા, પરામનોવૈજ્ઞાનિક આદિ અનેક વિષયો પર વિસ્તૃત વિવેચન છે. જીવ અને પુદ્ગલનો સંબંધ, શરીર ધારણ, આહાર ગ્રહણ, કર્મબંધ, કર્મવિપાક આદિ વિષયો દ્વારા જીવ વિદ્યા અને કર્મવિદ્યા પર વિચારણા થઈ છે. વિજ્ઞાન અને ગણિતની દૃષ્ટિએ પણ અનેક વિષયો અમૂલ્ય છે. અનેકવિધ વિષયોમાંથી હેય, જ્ઞેય, ઉપાદેય વિષયોની છણાવટ પણ સૂત્રકારે સાથે જ કરી છે.
हेयं हानोचितं सर्वं कर्तव्यं करणोचितं ।
श्लाघ्यं श्लोघ्योचितं वस्तु, श्रोतव्यं श्रवणोचितं ।।
ત્યાગ કરવા યોગ્યનો ત્યાગ, કરવા યોગ્ય કાર્યનું આચરણ, પ્રશંસા યોગ્યની પ્રશંસા, સાંભળવા યોગ્યનું શ્રવણ કરવું જોઈએ. આ ચારે વસ્તુઓનું યથાયોગ્ય વર્ણન, વ્યાખ્યાઓ, હેતુઓ, ઉદાહરણ સહિત શ્રી ભગવતી સૂત્રમાં સંગ્રહિત છે. તેથી આ આગમ સૂત્ર સર્વોચ્ચ સ્થાન પામે છે.
વિશ્વની સમસ્ત વિદ્યાને આવરી લેતો આ અદ્ભુત ગ્રંથ ભારતીય દાશર્નિક વાઙમયનો અનુપમ ગ્રંથ કહીએ તો અતિશયોક્તિ નથી.
રચનાશૈલી અને રચનાકારઃ પ્રસ્તુત આગમમાં ૩૬,૦૦૦ વ્યાકરણોનો ઉલ્લેખ છે. તેથી પ્રતીત થાય છે કે આ આગમની રચના પ્રશ્નોત્તર શૈલીમાં થઈ હતી. નંદીસૂત્રની પૂર્ણિમાં ઉલ્લેખ છે કે ગૌતમાદિ દ્વારા પૂછાયેલા પ્રશ્નો અને કેટલાક નહી પૂછાયેલા પ્રશ્નોનું પણ પ્રભુ મહાવીરે વ્યાકરણ કર્યું છે. વર્તમાને ઉપલબ્ધ આ આગમ પ્રશ્નોત્તર શૈલીમાં જ છે. પ્રશ્નની અને ઉત્તરની ભાષા અત્યંત સંક્ષિપ્ત છે. યથા-સે મૂળ ધનમાળે નિમ્ ? દંતા હોયમા! ત્વતમાળે તિક્ષ્ણ ક્યાંક ઉત્તરમાં ‘હંતા’ શબ્દ પ્રયોગ કર્યા વિના જ સંબોધનનો પ્રયોગ જોવા મળે છે. ગોયમા! વ્રતમાળે તિ। ઉદ્દેશકના પ્રારંભમાં નગરી, ઉદ્યાન, રાજા, રાણી આદિ વર્ણનના પાઠ સંક્ષિપ્ત કરાયેલા છે. યથા-તેળ તેળ તેળ સમાં રાતિદે ખામ ાયરે દોસ્થા, વળો । ઉદ્દેશકના અંતે પ્રભુએ આપેલા ઉત્તરની સ્વીકૃતિ અને કૃતજ્ઞતા
44