________________
માર્મિક અને કંપાયમાન વર્ણન તત્કાલીન રાજકીય પરિસ્થિતિને સૂચિત કરે છે.
ભૂગોળ-ખગોળવાદઃ પ્રસ્તુત આગમમાં ભૂમિ-ક્ષેત્ર સંબંધી સ્પષ્ટ વર્ણન છે. શતક-૧૨/૭માં લોકની વિશાળતા, લોકના પ્રકાર, તેનું સંસ્થાન (શતક-૭/૧), તેના વિભાગ, ભરતાદિ ક્ષેત્ર, કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતરદ્વીપના ક્ષેત્રો વગેરેના સ્થાન, તે
સ્થાનની વિશેષતા, ત્યાંના મનુષ્યો, પરિસ્થિતિ વગેરેનું તલસ્પર્શી વર્ણન છે. અસંખ્ય દ્વીપ સમુદ્રો, દેવલોક, નરકાદિનું પ્રમાણ પૂર્વક પ્રતિપાદન છે.
તે જ રીતે ખગોળમાં સૂર્ય ચંદ્રના સ્થાન, સંખ્યા, ગતિ, પૃથ્વીથી તેનું અંતર, પ્રકાશક્ષેત્ર, અંધકારક્ષેત્ર, તેની ગતિના અધારે થતી રાત-દિનની ગણના, ગ્રહ, રાહુ, પર્વરાહુ, નિત્યરાહુ, તેના નિમિત્તે થતું સૂર્યર્ગહણ-ચંદ્રગ્રહણ, નક્ષત્ર, તારા, તમસ્કાય આદિ વિષયક વર્ણન છે. જેના આધારે આજના સંશોધકો આગળ વધી રહ્યા છે.
આધુનિક વિજ્ઞાન સાથે સામ્યતા પ્રસ્તુત આગમના અનેક સિદ્ધાંતો આધુનિક વિજ્ઞાન સાથે સામ્યતા ધરાવે છે.
(૧) જગતનું અનાદિત્વઃ પદ્ભવ્યાત્મક લોક અનાદિ અને શાશ્વત છે. આધુનિક વૈજ્ઞાનિકો પણ જગતની ઉત્પત્તિ ક્યારે થઈ ? તે વિષયમાં જૈનદર્શનની વિચારધારાને સ્વીકારે છે.
(૨) વનસ્પતિમાં ચૈતન્ય તેમ જ અન્ય ભાવાત્મક પરિણામો સર જગદીશચંદ્ર બોઝે અનેક પરીક્ષણ કરીને સિદ્ધ કર્યું છે કે વનસ્પતિમાં માનવની સમાન જ સંજ્ઞાઓ, જન્મ, જીવન, વિકાસ, મરણાદિ છે. તે જ રીતે તેઓ પૃથ્વી અને પાણીમાં પણ ચૈતન્યશક્તિની સંભાવનાને સ્વીકારે છે.
(૩) પુદ્ગલની શકિત અને તેનું અનાદિર્ઘ : પ્રસ્તુત આગમમાં પુદ્ગલની અપરિમેય શક્તિ આધુનિક વિજ્ઞાનનું સંપૂર્ણ સમર્થન કરે છે. આગમકારો કહે છે કે વિશિષ્ટ પુદ્ગલો-તેજોમય પુદ્ગલોમાં ૧૬ દેશનો નાશ કરવાની શક્તિ વિદ્યમાન છે. જે અણુની શક્તિને એટમ બોંબ દ્વારા વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી છે.
તેમજ જૈનદર્શનની જેમ તેઓએ પણ સ્વીકાર્યું છે કે પરમાણુનું પર્યાયાન્તર થવા છતાં તેનો નાશ કદાપિ થતો નથી.