________________
આચાર્ય ભગવંતો તથા મમ શ્રદ્ધામૂર્તિ પૂ. જય-માણેક-પ્રાણ-ગુરુવર પ્રતિ શ્રદ્ધાભાવ પ્રગટ કરું છું.
તેમ જ અનંત ઉપકારી પૂ. તપસ્વી ગુરુદેવ!શ્રી ભગવતી સૂત્રના પ્રકાશન સમયે આપ સ્મૃતિ પટ પર પધારો છો, આપના પાવન સાનિધ્યમાં આપે બે બે વાર શ્રી ભગવતી સૂત્રની વાચના મને કરાવી અને તે જ આગમ લેખનનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. પારદષ્ટા એવા આપે ભાવિના ભાવને જાણીને જ કદાચ આ પ્રકારનું આયોજન કર્યું હોય તેમ વર્તમાને પ્રતીત થાય છે. આ વિશાળકાય ગ્રંથનું આલેખન તે મારી બુદ્ધિ અને શક્તિની બહારની વાત છે, તેમ છતાં તે કાર્ય સહજ, સરળ, સરસ રીતે નિર્વિન પૂર્ણ થયું છે, તે આપની જ કૃપાનું અનન્ય પરિણામ છે.
મારી જીવનનૈયાના સુકાની, ઉપકારી પૂ. ગુરુણીદેવા પૂજ્યવારા પૂ. મુક્તાબાઈ મ. તથા ભાવયોગિની પૂ. લીલમબાઈ મ., આ મહાકાર્યના ઉદ્ભવિકા અમારા વડીલ ગુરુભગિની પૂ. ઉષાબાઈ મ., તેમજ મમ સંયમી જીવનના સહયોગિની ગુરુભગિની પૂ. વીરમતીબાઈ મ. પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરું છું.
અમ આયોજનના પાયાના પથ્થર સમ, આગમ ભેખધારી પૂ. ત્રિલોકમુનિ મ. સા. પોતાની તીક્ષ્ણ પ્રજ્ઞાથી આ આગમનું સંશોધન કર્યું છે.
જેણે આગમ વાંચનને જ પોતાનું જીવન બનાવ્યું છે તેવા ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ. મારા લેખનનું શુદ્ધિકરણ કરી મુખ્ય સંપાદક બન્યા છે. યુવાસંત પૂ. નમ્રમુનિ મ. સા. એ તેમાં આવશ્યક સૂચનો કર્યા છે. મમ સહચારિણી સાધ્વી સુબોધિકાએ પોતાની આગવી સુઝ-બુઝથી સહ સંપાદનની ફરજ અદા કરી છે. અમ ગુરુકુલવાસી પૂ. બિંદુબાઈ મ., પૂ. પ્રબોધિકાબાઈ મ. આદિ સર્વસતીજીઓ મારી સફળતાના સક્યોગી છે.
પૂ.ગુરુપ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખ અને સક્રિય કાર્યકર્તા શ્રીયુત ચંદ્રકાંતભાઈ શેઠ વગેરે આ વિરાટ કાર્યને વેગવંતુ બનાવવા પુરુષાર્થ કરી શ્રુતસેવાનો અનોખો લાભ લઈ રહ્યા છે. ભાઈશ્રી નેહલે આગમને મુદ્રિત કરીને, સ્વાધ્યાય પ્રેમી શ્રી મુકુંદભાઈએ મુક સંશોધન કરીને તથા ધીરૂભાઈએ સહકાર આપીને જિનવાણીને વધાવી છે.
શ્રીમાન કિશોરભાઈ તથા શ્રીમતી માલિનીબેન સંઘવીએ આ આગમના શ્રુતાધાર બનીને જિનવાણી પ્રત્યેની શ્રદ્ધા પ્રગટ કરી છે.
52