________________
શતક–૪ : ઉદ્દેશક-૧૦
૫૦૭
પ્રશ્ન– 'હે ભગવન્ ! શું કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાના સંયોગને પ્રાપ્ત કરીને તદ્રુપ યાવત્ તત્ત્પર્શ રૂપે વારંવાર પરિણત થાય છે ?'
તેનું તાત્પર્ય એ છે કે કૃષ્ણલેશી જીવ, જો નીલ લેશ્યાને યોગ્ય દ્રવ્યોને ગ્રહણ કરીને મૃત્યુ પ્રાપ્ત કરે, તો તે જે ગતિયોનિમાં ઉત્પન્ન થાય છે, ત્યાં નીલલેશી પણે ઉત્પન્ન થાય છે કારણ કે 'નìસારૂં ટુબ્બારૂં પરિયાફત્તા જાલ રેફ, તìસે વવન્ગરૂ' અર્થાત્ જે લેશ્યાના દ્રવ્યોને ગ્રહણ કરીને જીવ મૃત્યુ પામે છે, તે જ લેશ્યામાં ઉત્પન્ન થાય છે; જે કારણ હોય છે, તે જ સંયોગવશ કાર્ય બની જાય છે; જેમ કારણરૂપ માટી સાધનના સંયોગથી ઘટાદિ કાર્યરૂપ પરિણત થઈ જાય છે; તે જ રીતે કૃષ્ણલેશ્યા પણ કાલાન્તરમાં સાધન–સંયોગને પ્રાપ્ત કરીને નીલલેશ્યાના રૂપમાં પરિણત થઈ જાય છે. આ સ્થિતિમાં કૃષ્ણ અને નીલ લેશ્યામાં કેવલ ઔપચારિક ભેદ રહે છે, મૌલિક ભેદ નથી.
પ્રજ્ઞાપના સૂત્રમાં એક લેશ્માનું લેશ્માન્તરને પ્રાપ્ત કરીને તદ્રુપથી તત્ત્પર્શરૂપે પરિણત થવાનું કારણ બતાવ્યું છે કે– જેવી રીતે દહીંનો સંયોગ થવાથી દૂધ પોતાના મધુરાદિ ગુણોને છોડી દહીંના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરૂપમાં પરિણત થઈ જાય છે; તે જ રીતે કૃષ્ણલેશ્યા પણ નીલલેશ્યાનો સંયોગ પ્રાપ્ત કરીને તદ્રુપ, તદ્ગઘ, તત્રસ અને તન્સ્પર્શરૂપે પરિણત થઈ જાય છે. જેમ કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા રૂપ પરિણત થાય છે; તે જ રીતે નીલલેશ્યા કાપોત લેશ્યામાં, કાપોત લેશ્યા તેજોલેશ્યામાં, તેજોલેશ્યા પદ્મલેશ્યામાં અને પદ્મલેશ્યા શુક્લલેશ્યામાં પરિણત થાય છે અર્થાત્ તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરૂપમાં પરિણમન પામે છે. ઈત્યાદિ કહેવું જોઈએ.
પરિણામાદિ દ્વારનું તાત્પર્ય :– લેશ્યાપદના ચર્તુથ ઉદ્દેશકમાં વર્ણિત પરિણામાદિ ૧૫ દ્વારોનો અહીં અતિદેશ કર્યો છે, તે આ પ્રમાણે છે—
(૧) પરિણામ દ્વારના વિષયમાં ઉપર કહ્યું છે.
(૨) વર્ણ દ્વાર :- કૃષ્ણલેશ્યાનો વર્ણ મેઘ આદિ સમાન કાળો; નીલ લેશ્યાનો વર્ણ ભ્રમરાદિ સમાન નીલો; કાપોત લેશ્યાનો વર્ણ અળસીનું ફૂલ, કોયલની પાંખ, કબૂતરની ગ્રીવા સમાન કંઈક કાળો, કંઈક લાલ અર્થાત્ રીંગણી કલર હોય છે. તેજો લેશ્યાનો વર્ણ સસલાના લોહી સમાન લાલ; પદ્મલેશ્યાનો વર્ણ ચંપક પુષ્પની સમાન પીળો; શુક્લ લેશ્યાનો વર્ણ શંખાદિ સમાન શ્વેત છે.
(૩) રસદ્વાર :– કૃષ્ણ લેશ્યાનો રસ લીમડાના વૃક્ષની સમાન કડવો, નીલલેશ્યાનો રસ સૂંઠની સમાન તીખો, કાપોત લેશ્યાનો રસ કાચા બોરની સમાન કસાયેલો—તૂરો, તેજોલેશ્યાનો રસ પાકી કેરીની સમાન ખાટો—મીઠો, પદ્મલેશ્યાનો રસ ચંદ્રપ્રભા આદિ મદિરાની સમાન તીખો, કસાયેલો અને મધુર તે ત્રણે ય રસ સંયુક્ત, શુક્લલેશ્યાનો રસ ગોળની સમાન મધુર છે.
(૪) ગંધદ્વાર :– કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણે લેશ્યાઓની દુરભિગંધ અને તેજો પદ્મ અને શુક્લ તે ત્રણે પ્રશસ્ત લેશ્યાઓની સુરભિગંધ હોય છે.