________________
[ ૫૦૬]
શ્રી ભગવતી સૂત્ર-૧
'શતક-૪ : ઉદ્દેશક-૧૦
લેશ્યા
લેશ્યાઓનું પરિવર્તન :| १ से णूणं भंते ! कण्ललेस्सा णीललेस्सं पप्प तारूवत्ताए, तावण्णत्ताए जाव परिणमंति?
एवं चउत्थो उद्देसओ पण्णवणाए चेव लेस्सापदे णेयव्वो जाव परिणाम वण्ण रस गंध, सुद्ध अपसत्थ संकिलिट्ठण्हा ।
गइ परिणाम पएसो, गाह वग्गणा द्वाणमप्पबहुं ॥ सेवं भंते ! सेवं भंते ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાનો સંયોગ પ્રાપ્ત કરીને તદ્રુપ અને તડ્વર્ણ આદિમાં પરિણત થઈ જાય છે?
ઉત્તર- હિ ગૌતમ !] પ્રજ્ઞાપના સૂત્રમાં ઉક્ત વેશ્યાપદનો ચતુર્થ ઉદ્દેશક પરિણામ ઈત્યાદિ દ્વાર ગાથા સુધી કહેવો જોઈએ.
ગાથાર્થ– પરિણામ, વર્ણ, રસ, ગંધ, શુદ્ધ, અપ્રશસ્ત, સંક્લિષ્ટ, ઉષ્ણ, ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાહના વર્ગણા, સ્થાન અને અલ્પબદુત્વ. [આ સર્વ દ્વાર વેશ્યાઓના સંબંધમાં કહેવા જોઈએ.]
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં એક વેશ્યાને બીજી વેશ્યાનો સંયોગ પ્રાપ્ત થાય ત્યારે તે ઉક્ત વેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરૂપમાં પરિણત થાય છે કે નહીં ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રજ્ઞાપના સૂત્રના વેશ્યાપદના ચતુર્થ ઉદ્દેશકનો પિરિણામ આદિ દ્વારો સુધી અતિદેશ કર્યો છે. વસ્તુતઃ લેશ્યાથી સંબંધિત પરિણામાદિ ૧૫ દ્વારોની પ્રરૂપણાનો અતિદેશ કર્યો છે.
અતિદેશનો સારાંશ :- પ્રજ્ઞાપના સૂત્રમાં ઉક્ત મૂલપાઠનો ભાવાર્થ આ પ્રમાણે છે