________________
શતક–૪ : ઉદ્દેશક–૯
અનૈરિષક નહીં..
Чоч
આ રીતે શેષ દંડકોના જીવોની ઉત્પત્તિના સંબંધમાં પણ જાણી લેવું જોઈએ.
પ્રજ્ઞાપના સૂત્રના લૈશ્યાપદના ત્રીજા ઉદ્દેશકમાં જ્ઞાન સંબંધી વર્ણન છે, ત્યાં સુધીનું કથન અહીં કરવું. ત્યાં આ રીતે પ્રરૂપણા છે. યથા
પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણ લેશ્યાવાળા જીવ કેટલા જ્ઞાનવાળા હોય છે ?
ઉત્તર- હૈ ગૌતમ ! તે બે, ત્રણ અથવા ચાર જ્ઞાનવાળા હોય છે. જો બે જ્ઞાન હોય તો મતિ અને શ્રુતજ્ઞાન હોય છે, ત્રણ જ્ઞાન હોય તો મતિ, શ્રુત અને અવધિ અથવા મતિ, શ્રુત અને મનઃ પર્યવજ્ઞાન હોય છે, જો ચાર જ્ઞાન હોય તો મતિ, શ્રુત અવધિ અને મનઃપર્યવજ્ઞાન હોય છે. ઈત્યાદિ જાણવું જોઈએ.
|| શતક ૪/૯ સંપૂર્ણ ॥