________________
[ ૫૦૪]
શ્રી ભગવતી સૂત્ર-૧
| શતક-૪ : ઉદ્દેશક-૯
નૈરયિક
નૈરચિકોની ઉત્પત્તિ :| १ णेरइए णं भंते ! णेरइएसु उववज्जइ, अणेरइए णेरइएसु उववज्जइ ?
पण्णवणाए लेस्सापए तईओ उद्देसओ भाणियव्वो जाव णाणाई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે કે અનૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રમાં કથિત વેશ્યાપદના તૃતીય ઉદ્દેશકનું જ્ઞાનના વર્ણન સુધી અહીં કથન કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નૈરયિકોની ઉત્પત્તિના સંબંધમાં પ્રજ્ઞાપના સૂત્રના ૧૭માં લેશ્યાપદના તૃતીય ઉદ્દેશકનો અતિદેશ કર્યો છે, તે આ પ્રકારે છે
પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિક જ નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે કે અનૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર હે ગૌતમ! નૈરયિક જ નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે, અનૈરયિક નૈરયિકમાં ઉત્પન્ન થતા નથી. આ કથનનો આશય - તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય જ મરીને નરકમાં જાય છે. અહીંનું આયુષ્ય સમાપ્ત થાય કે તરત જ નરકાયુનો ઉદય થઈ જાય છે.
તેના નરકમાં પહોંચવાના માર્ગમાંવાટે વહેતી અવસ્થામાં જે એક-બે સમય લાગે છે, તેમાં નરકાયુનો જ ઉદય હોય છે. આ રીતે નરકગામી જીવ માર્ગમાં નરકાયુને જ ભોગવે છે અને નરકમાં ઉત્પત્તિ સમયે પણ તેને નૈરયિક આયુષ્યનો જ ઉદય હોવાથી તે નૈરયિક જ છે. ઋજુસૂત્રનયની વર્તમાન પર્યાય પરક દષ્ટિથી પણ આ કથન સર્વથા ઉચિત જ છે કે નૈરયિક જ નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે,