________________
૫૦૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
શુદ્ધ-પ્રશસ્ત-સક્લિષ્ટ-ઉષ્ણાદિ દ્વારઃ-કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણે વેશ્યાઓ અશુદ્ધ, અપ્રશસ્ત, સંક્લિષ્ટ, શીત અને રૂક્ષ છે. તે દુર્ગતિનું કારણ છે. તેજો, પદ્મ અને શુક્લ આ ત્રણ લેશ્યાઓ શુદ્ધ, પ્રશસ્ત, અસંક્લિષ્ટ, ઉષ્ણ અને સ્નિગ્ધ છે; તે સુગતિનું કારણ છે. પરિણામ–પ્રદેશ–વર્ગણા–અવગાહના-સ્થાનાદિ દ્વાર - લેશ્યાના ત્રણ પરિણામ–જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ; તેના પણ ત્રણ ત્રણ ભેદ કરવાથી નવ ભેદ થાય છે. પ્રત્યેક સેશ્યા અનંત પ્રદેશવાળી છે. પ્રત્યેક લેશ્યાની અવગાહના અસંખ્યાત આકાશ પ્રદેશોમાં છે. કૃષ્ણાદિ છએ વેશ્યાઓને યોગ્ય દ્રવ્યવર્ગણાઓ,
ઔદારિકાદિ વર્ગણાઓની જેમ અનંત છે. તરતમતાના કારણે વિચિત્ર અધ્યવસાયોના નિમિત્તરૂપ કૃષ્ણાદિ દ્રવ્યોના સમૂહ અસંખ્ય છે, કારણ કે અધ્યવસાયના સ્થાન પણ અસંખ્ય છે.
અ૫ બહત્વ :- વેશ્યાઓના સ્થાનોનું અલ્પબદુત્વ આ પ્રકારે છે– દ્રવ્યાર્થરૂપે કાપોતલેશ્યાના જઘન્ય સ્થાન
સર્વથી થોડા છે. દ્રવ્યાર્થરૂપે નીલ ગ્લેશ્યાના જઘન્ય સ્થાન તેથી અસંખ્યાત ગુણા. દ્રવ્યાર્થરૂપે કૃષ્ણ લેશ્યાના જઘન્ય સ્થાન તેથી અસંખ્યાત ગુણા. દ્રવ્યાર્થરૂપે તેજો વેશ્યાના જઘન્ય સ્થાન તેથી અસંખ્યાત ગુણા. દ્રવ્યાર્થરૂપે પદ્મ લેશ્યાના જઘન્ય સ્થાન તેથી અસંખ્યાત ગુણા. દ્રવ્યાર્થરૂપે શુક્લ લેશ્યાના જઘન્ય સ્થાન તેથી અસંખ્યાત ગુણા છે. આ રીતે સર્વ દ્વારોનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રોક્ત વેશ્યાપદના ચતુર્થ ઉદ્દેશક અનુસાર જાણવું જોઈએ.
|શતક ૪/૧૦ સંપૂર્ણ ભગવતી સૂત્ર ભાગ-૧ સંપૂર્ણ