________________
શતક—૩ : ઉદ્દેશક ૧૦
જાતા :– સ્વભાવની ગંભીરતા ન હોવાના કારણે નિષ્પ્રયોજન કોપ ઉત્પન્ન થઈ જતો હોવાથી ત્રીજી પરિષદને જાતા કહે છે.
આ ત્રણે પરિષદને ક્રમશઃ આવ્યંતર, મધ્યમા અને બાહ્ય પરિષદ કહે છે.
ત્રણે પરિષદનું પ્રયોજન – જ્યારે ઈન્દ્રને કોઈ પ્રયોજન ઉપસ્થિત થાય ત્યારે તે આદરપૂર્વક આત્યંતર પરિષદને બોલાવે છે. તેની સમક્ષ પોતાનું પ્રયોજન પ્રસ્તુત કરે છે. તેઓ પરસ્પર વિચાર વિનિમય કરે છે. મધ્યમ પરિષદને બોલાવે કે ન બોલાવે તેમ છતાં તે આવે છે. ઈન્દ્ર આત્યંતર પરિષદમાં વિચારિત નિર્ણયો મધ્યમ પરિષદ સમક્ષ પ્રગટ કરે છે. બાહ્ય પરિષદ બોલાવ્યા વિના જ આવે છે. ઈન્દ્ર તેની સમક્ષ સ્વનિર્ણીત કાર્ય સંપાદિત કરવા માટે આજ્ઞા આપે છે.
૪૯૭
અસુરેન્દ્રની પરિષદની સમાન શેષ નવનિકાયની પરિષદોના નામ અને કામ છે. વ્યંતર દેવોની પરિષદના નામ ઈસા, તુડિયા અને દઢરથા છે. જ્યોતિષી દેવોની પરિષદના નામ તુંબા, તુડિયા અને પર્વા
છે.
અચ્યુત દેવલોક પર્યંતના વૈમાનિક દેવોની પરિષદના નામ શમિકા, ચંડા અને જાતા છે. નવત્રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં પરિષદ નથી. તે સર્વ સમાન ઋદ્ધિ વાળા છે. આ પરિષદમાં દેવદેવીની સંખ્યા, તેની સ્થિતિ વગેરેનું વિસ્તૃત વિવેચન જીવાભિગમ સૂત્રમાં છે.
|| શતક ૩/૧૦ સંપૂર્ણ ॥ શતક-૩ સંપૂર્ણ