________________
[ ૪૯૮]
શ્રી ભગવતી સૂત્ર-૧
શતક-૪ | પરિચય ORDROCROR
આ શતકમાં દશ ઉદ્દેશક છે. તેમાં અતિદેશાત્મક સંક્ષિપ્ત વર્ણનની પ્રધાનતા છે. * ઉદ્દેશક-૧,૨,૩,૪:- પ્રથમ ચાર ઉદ્દેશકમાં ઈશાનેન્દ્રના ચાર લોકપાલના ચાર વિમાન અને તેની સ્થિતિ વિષયક વર્ણન છે.
તેના ચાર લોકપાલ સોમ, યમ, વૈશ્રમણ અને વરુણ છે. તેના ચારવિમાન ક્રમશઃ સુમન, સર્વતોભદ્ર, વલ્થ અને સુવલ્થ છે. તે વિમાન જંબૂદ્વીપના મેરૂપર્વતથી ઉત્તર દિશામાં ઈશાનાવતંસક મહાવિમાનથી અસંખ્ય યોજન દૂર ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં છે.
તે વિમાનનું સંપૂર્ણ વર્ણન શક્રેન્દ્રના લોકપાલના વિમાનની સમાન છે.
એક લોકપાલના એક વિમાનના વર્ણનમાં એક ઉદ્દેશક, આ રીતે ચાર લોકપાલના ચાર વિમાનના વર્ણનમાં ચાર ઉદ્દેશક પૂર્ણ થાય છે. * ઉદ્દેશક-૫, ૬, ૭, ૮:- તેમાં ઈશાનેન્દ્રના ચાર લોકપાલની ચાર રાજધાની વિષયક અતિદેશાત્મક સંક્ષિપ્ત વર્ણન છે. * ઉદ્દેશક-૯ - નૈરયિક, નરકમાં જાય છે, અનૈરયિક નહીં, આ રીતે નિશ્ચયનયથી શ્રી પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક સંક્ષિપ્ત વર્ણન છે. જીવ જ્યારે મનુષ્ય કે તિર્યંચ ગતિનું આયુષ્ય પૂર્ણ કરે અને નરકગતિમાં જવા માટે વિગ્રહગતિ કરે ત્યારે જ તેને નારક કહેવાય છે. તે જીવ નરકાયુનું જ વેદન કરે છે. તેથી તે જીવ જ્યારે નરકમાં ઉત્પન્ન થાય ત્યારે નૈરયિક નરકમાં ઉત્પન્ન થયો, તે પ્રમાણે કથન કરાય છે. * ઉદ્દેશક-૧૦:- એક વેશ્યાનું પરિવર્તન અન્ય વેશ્યા રૂપે કઈ રીતે થાય છે તે વિષયનું અતિદેશપૂર્વક વર્ણન છે.