________________
| શતક–૩ઃ ઉદ્દેશક-૮
૪૯૭
ભવનપતિ દેવોના અધિપતિ દેવોઃ- ભવનપતિના દશ પ્રકાર છે. તે પ્રત્યેકના પુનઃ દિશાની અપેક્ષાએ બે બે પ્રકાર થાય છે. દક્ષિણનિકાય અને ઉત્તરનિકાય. પ્રત્યેક ભવનપતિમાં દશ દશ અધિપતિ દેવ છે.
યથા– અસુરકુમારમાં દક્ષિણ અને ઉત્તરના બે ઈન્દ્ર અને એક એક ઈન્દ્રના ચાર ચાર લોકપાલ દેવો. ઉત્તર અને દક્ષિણ દિશાના લોકપાલના નામ એક જ છે અને ઈન્દ્રના નામ જુદા જુદા છે. દરેકના નામનો ઉલ્લેખ મૂળપાઠમાં સ્પષ્ટ છે.
યથા- અસુરકુમારના અધિપતિ દેવો-અમરેન્દ્ર, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ, બલીન્દ્ર, સોમ, યમ, વૈશ્રમણ, વરુણ. દક્ષિણ દિશાના ચાર લોકપાલમાં ત્રીજા લોકપાલનું જે નામ છે, તે ઉત્તરદિશાના ચાર લોકપાલમાં ચોથા લોકપાલનું નામ છે અને દક્ષિણદિશાના ચોથા લોકપાલનું જે નામ છે, તે ઉત્તરદિશાના ત્રીજા લોકપાલનું નામ છે, તેમ દસે અસુરકુમારના લોકપાલમાં સમજવું.
આ રીતે નવનિકાયના અધિપતિ દેવોના નામ સૂત્રપાઠથી સમજી લેવા જોઈએ. વ્યંતર દેવોના અધિપતિ દેવો - સૂત્રમાં પિશાચના અધિપતિ દેવોની પુચ્છા કરી છે અને ઉત્તરમાં વ્યંતર દેવોના અધિપતિ દેવોનું કથન કર્યું છે. તેથી પ્રસ્તુતમાં 'પિશાચ' શબ્દનો પ્રયોગ વાણવ્યતર જાતિ માટે કર્યો છે તેમ સ્પષ્ટ થાય છે. તેમાં પણ આઠ જાતિના વ્યંતરોના ઉત્તર અને દક્ષિણ દિશાની અપેક્ષાએ ૧૬ ઈન્દ્ર-અધિપતિ છે. તેના નામ સૂત્ર પાઠથી સ્પષ્ટ છે પરંતુ પ્રસ્તુત સૂત્રોમાં પિશાચ આદિ આઠ જાતિની મુખ્યતાએ ૧૬ ઈન્દ્રનું જ કથન કર્યું છે. (શ્રી ઠાણાંગ સૂત્રના બીજા સ્થાનમાં વ્યંતરોની ૧૬ જાતિના ૩ર ઈન્દ્રનું કથન છે.) વ્યંતરો અને જ્યોતિષીમાં લોકપાલ દેવો નથી.
જ્યોતિષી દેવોના અધિપતિ દેવ :- અસંખ્ય દ્વીપ સમુદ્રમાં અસંખ્ય જ્યોતિષી દેવો છે. તેમાં ચંદ્ર અને સુર્ય જાતિના દેવો, તેના ઈન્દ્ર અર્થાતુ અધિપતિ છે. પ્રત્યેક ચંદ્ર અને સૂર્યનો પોતાનો સ્વતંત્ર પરિવાર છે અને તેના પર તેનું આધિપત્ય હોય છે. વૈમાનિક દેવોના અધિપતિ દેવો :- ૧૨ દેવલોકના ૧૦ ઈન્દ્ર છે. નવમા અને દશમા દેવલોકમાં એક ઈન્દ્ર અને અગિયારમા અને બારમા દેવલોકમા એક ઈન્દ્ર છે. એક એક ઈન્દ્રને ચાર ચાર લોકપાલ છે.
સૌધર્મ અને ઈશાન દેવલોકમાં દશ અધિપતિ દેવો છે. યથા– શકેન્દ્ર, સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ, ઈશાનેન્દ્ર, સોમ, યમ, વૈશ્રમણ અને વરુણ. આ રીતે દરેક દેવલોકમાં જાણવું.
બાર દેવલોકથી ઉપરના દેવલોકના દેવો અહમેન્દ્ર છે અર્થાતુ તેમાં સ્વામી-સેવકનો ભેદ નથી.
આ રીતે ભવનપતિમાં ૧૦×૧૦ = ૧૦૦, વ્યંતરમાં ૧૬, જ્યોતિષીમાં બે (અસંખ્ય) અને વૈમાનિકમાં ૫૪૧૦ = ૫૦ અધિપતિ દેવો છે.
ચારે ય જાતિના દેવોના ૬૪ ઇન્દ્રો હોય છે– ભવનપતિના ૨૦+ વ્યંતરોના ૩ર + જ્યોતિષીઓના ૨ + વૈમાનિકના ૧૦ ઇન્દ્ર = ૬૪. તેનાં નામ ઠાણાંગ સૂત્રમાં છે. ભવનપતિ અને વૈમાનિકના એક એક ઇન્દ્રને ચાર ચાર લોકપાલ હોય છે. વ્યંતર અને જ્યોતિષીઓના લોકપાલ નથી.
છે શતક ૩/૮ સંપૂર્ણ છે.