________________
[૪૯૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
'શતક-૩ : ઉદ્દેશક-૯ |
ઈન્દ્રિય
ઈન્દ્રિયોના વિષય :| १ रायगिहे जाव एवं वयासी- कइविहे णं भंते ! इंदियविसए पण्णत्ते ?
गोयमा ! पंचविहे इंदियविसए पण्णत्ते, तं जहा- सोइंदियविसए जाव जीवाभिगमे जोइसिय उद्देसओ णेयव्वो अपरिसेसो । ભાવાર્થ :- પ્રશ્ન- રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા વગેરે કથન કહેવું. ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું, હે ભગવન્! ઈન્દ્રિયોના વિષયો કેટલા પ્રકારના છે?
ઉત્તર- હે ગૌતમ! ઈન્દ્રિયના વિષય પાંચ પ્રકારના છે. યથા શ્રોતેન્દ્રિયનો વિષય ઈત્યાદિ– આ સંબંધમાં જીવાભિગમ સૂત્રમાં કથિત સંપૂર્ણ જ્યોતિષ્ક ઉદ્દેશક કહેવો.
વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં શ્રી જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક પાંચ ઈન્દ્રિયના વિષયનું કથન કર્યું છે. તે આ પ્રમાણે છે
પ્રશ્ન- હે ભગવન્! શ્રોતિન્દ્રિયના વિષય સંબંધી પુદ્ગલ પરિણામના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! બે પ્રકાર છે, શુભ શબ્દ પરિણામ અને અશુભ શબ્દ પરિણામ. તે જ રીતે પ્રત્યેક ઈન્દ્રિયના પરિણામોમાં બે બે પ્રકારનું કથન છે. યથા ચક્ષુરિન્દ્રિયમાં સુરુપ અને કુરુપ, ધ્રાણેન્દ્રિયના સુરભિગંધ અને દુરભિગંધ, રસેન્દ્રિયમાં સુરસ અને દુઃરસ, સ્પર્શેન્દ્રિયમાં સુખદ સ્પર્શ પરિણામ અને દુઃખદ સ્પર્શ પરિણામ.
અન્ય પ્રતિઓમાં ઈન્દ્રિયના વિષય સંબંધી સૂત્રમાં ઉચ્ચાવચ્ચસૂત્ર અને સુરભિસૂત્ર, આ બે સૂત્ર વધુ જોવા મળે છે.
પ્રશ્ન- હે ભગવન્! ઉચ્ચાવચ્ચ શબ્દ પરિણામો દ્વારા પરિણામને પ્રાપ્ત થતાં પુદ્ગલ 'પરિણમે' છે શું તે પ્રમાણે કહેવું જોઈએ?