________________
[૪૯૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
काले य महाकाले, सुरूव पडिरूव पुण्णभद्दे य । अमरवई माणिभद्दे, भीमे य तहा महाभीमे ॥ किण्णर किंपुरिसे खलु, सप्पुरिसे खलु तहा महापुरिसे ।
अइकाय महाकाए, गीयरई चेव गीयजसे ॥ एए वाणमंतराणं देवाणं । जोइसियाणं देवाणं दो देवा आहेवच्चं जाव विहरंति, तं जहा- चंदे य, सूरे य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પિશાચકુમારો પર કેટલા દેવો આધિપત્ય કરતા વિચરે છે?
ઉત્તર- હે ગૌતમ! તેના પર બે દેવ આધિપત્ય કરતા વિચરે છે. યથા કાલ અને મહાકાલ, સુરૂપ અને પ્રતિરૂપ, પૂર્ણભદ્ર અને માણિભદ્ર, ભીમ અને મહાભીમ, કિન્નર અને કિંપુરુષ, સત્પુરુષ અને મહાપુરુષ, અતિકાય અને મહાકાય, ગીતરતિ અને ગીતયશ, આ સર્વ વાણવ્યંતર દેવોના ઈન્દ્ર છે.
જ્યોતિષી દેવો પર બે દેવો આધિપત્ય કરતા વિચરે છે. યથા- ચંદ્ર અને સૂર્ય. વૈમાનિક દેવોના અધિપતિ દેવો :| ४ सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु कइ देवा आहेवच्चं जाव विहरंति?
गोयमा ! दस देवा जाव विहरंति, तं जहा सक्के देविंदे देवराया; સોને, મને, વળે, વેલમછે . ફંસાને વિંટે ફેવરીયા; સોને, ગમે, વળે, वरुणे । एसा वत्तव्वया सव्वेसु वि कप्पेसु एए चेव भाणियव्वा । जे य इंदा ते य भाणियव्वा ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવો પર કેટલા દેવો આધિપત્ય કરતા વિચરે છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના પર દશ દેવ આધિપત્ય કરતા વિચરે છે. યથા- દેવેન્દ્ર દેવરાજ શક્ર, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ અને દેવેન્દ્ર દેવરાજ ઈશાન, સોમ, યમ, વૈશ્રમણ, વરુણ. આ સંપૂર્ણ વક્તવ્યતા સર્વ દેવલોકમાં કહેવી જોઈએ અને જે દિવલોકમાં જે ઈન્દ્ર છે, તેનું કથન કરવું જોઈએ.
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે. હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે.
વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં ચારે જાતિના દેવોના અધિપતિ દેવોનું કથન કર્યું છે.