________________
શતક—૩ : ઉદ્દેશક-૭
૪૭૯
जेयावण्णे तहप्पगारा ण ते सक्कस्स देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो અળાયા, અદ્રિકા, અનુયા, અનુયા(અસ્નુયા) અવિળાયા; તેતિ વા સોમાયાળ તેવાળ ।
શબ્દાર્થ :- વહેંસિયા = અવતંસક, શ્રેષ્ઠ, સોમાવા = સોમ લોકપાલના સામાનિક દેવ, સોમવેવયાડ્યા = સોમ લોકપાલના પરિવારરૂપ દેવ, તન્માય = સોમદેવના કાર્યભારને વહન કરનારા તદ્ભારિક દેવ, હિલંST = મંગળ આદિ ગ્રહોની દંડ સમાન સીધી પંક્તિ અથવા બદ્ધ ગ્રહમાલા, Tહમૂસા = મૂસળની જેમ આકૃતિમાં બદ્ધ ગ્રહ, ળહળબ્નિયા = ગ્રહના ગમન સમયે થનારી ગર્જના, નહયુદ્ધા = ગ્રહોનું સામસામે [ઉત્તર–દક્ષિણમાં] આવી જવું, નહસિંધાલT = સિંઘોડાના આકારે ગ્રહનું રહેવું, નહાવલળ્યા – ગ્રહોની પ્રતિકૂળ ચાલ, અલ્પ = વાદળ, અભવન્ત્યા = આકાશમાં વાદળોની વૃક્ષ રૂપ બનેલી આકૃતિઓ, સઁધન્વન આકાશમાં વ્યંતરો દ્વારા ગંધર્વનગરોની આકૃતિ રચાવી,નપ્લાલિત્તમ્ = આકાશમાં યક્ષ દ્વારા દીપ્તિ થવી, ભૂમિવા = ધુમ્મસ, મહિવા – ઓસ, વવપરિવેલા ચંદ્રની ફરતું મંડળ રચાવું, ડિપવા = બીજો ચંદ્ર દેખાવો, વધળુ = મેઘધનુષ્ય, વામા = ઉદક મત્સ્ય, ઈન્દ્રધનુષનો ખંડભાગ, ઋષિહસિય = વાદળા વિના એકાએક વીજળીનું ચમકવું, અથવા વાનર જેવી વિકૃત મુખાકૃતિનું હાસ્ય, મમોહ = સૂર્યના ઉદય–અસ્તના સમયે આકાશમાં થતી લાલ–કાળી રેખાઓ, વસળ ભૂયા = વ્યસનભૂત, આફતો, અગરિયા = અનાર્ય, પાપમય, અહાવન્ના અભિળાયા – પુત્ર સમાન દેવ, અથવા પુત્ર સમાન માનેલા.
=
ભાવાર્થ :- આ જંબુદ્રીપના મેરુ પર્વતની દક્ષિણ દિશામાં જે આ પ્રકારના કાર્ય થાય છે. યથા—ગ્રહદંડ, ગ્રહમૂસલ, ગ્રહગર્જિત, ગ્રહયુદ્ધ, ગ્રહસિંઘાટક, ગ્રહાપસવ્ય(ગ્રહોની પ્રતિકૂળ ચાલ), અભ્ર, અમ્રવૃક્ષ, સંધ્યા, ગધર્વનગર, ઉલ્કાપાત, દિગ્દાહ, ગર્જિત, વિદ્યુત, ધૂળની વૃષ્ટિ, ચૂપ, યક્ષાદીપ્ત, ધૂમિકા, મહિકા, રજઉદ્દાત, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્ર પરિવેષ, સૂર્યપરિવેષ, પ્રતિચંદ્ર, પ્રતિસૂર્ય, ઈન્દ્રધનુષ, ઉદક મત્સ્ય, કપિહસિત, અમોધ, પૂર્વદિશાનો પવન, પશ્ચિમ દિશાનો પવન, તેમજ સંવર્તક પવન વગેરે, ગ્રામદાહ, તેમજ સન્નિવેશ દાહ વગેરે, પ્રાણક્ષય, જનક્ષય, ધનક્ષય, કુલક્ષય વગેરે વ્યસનભૂત, અનાર્ય [પાપરૂપ] તથા તે પ્રકારના અન્ય પણ સર્વ કાર્ય દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ સોમ મહારાજાથી અજ્ઞાત [નહીં જાણેલા], અદષ્ટ[નહીં જોયેલા], અશ્રુત[નહીં સાંભળેલા], અમૃત [નહીં સ્મરણ કરેલા] તથા અવિજ્ઞાત [વિશેષ રૂપે જાણેલા] નથી અથવા આ સર્વ કાર્ય સોમકાયિક દેવોથી પણ અજ્ઞાત આદિ નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ સોમ મહારાજાના સંધ્યાપ્રભ નામક વિમાનનું સ્થાન; તેની લંબાઈ—પહોળાઈ; પરિક્ષેપ; તેની રાજધાની; તેના અધીનસ્થ દેવો; તેનું કાર્ય; તેના અપત્યરૂપ દેવો અને તેની સ્થિતિનું વર્ણન છે. જે સૂત્રપાઠથી સ્પષ્ટ છે.
પ્રતિચંદ્ર—ચંદ્રનો ઉદય થાય પછી એક પ્રહર પર્યંત એક વાદળ તેની સમીપે આવી જાય ત્યારે ચંદ્રના પ્રકાશને લીધે બીજા ચંદ્રનો ભાસ થાય તે.