________________
| શતક–૩ઃ ઉદ્દેશક-૬
૪૭૧ |
કરે છે. (૩) રાજગૃહી અને વાણારસીની મધ્યમાં વિશાળ જનપદની વિદુર્વણા કરે છે. જ્ઞાન - સમ્યગ્દષ્ટિ અણગારને અવધિજ્ઞાન લબ્ધિ હોવાથી તે તે રૂપોને તથાભાવે–યથાર્થભાવે જાણે, દેખે છે. યથા– (૧) વાણારસીમાં સ્થિત મેં રાજગૃહીની વિદુર્વણા કરી છે અને તદ્ગત રૂપોને હું જાણું, દેખું છું (૨) રાજગૃહીમાં સ્થિત મેં વાણારસીની વિદુર્વણા કરી છે અને તર્ગત રૂપોને હું જાણું–દેખું છે (૩) મેં રાજગૃહી અને વાણારસીની મધ્યમાં વિશાળ જનપદની વિફર્વણા કરી છે, આ સર્વ મારી વિક્રિયાથી વિકુર્વિત રૂપો છે અને તેને હું જાણું–જોઉં છું. આ રીતે અમાયી સમ્યગ્દષ્ટિ અણગારને કોઈ પણ પ્રકારની ભ્રાંતિ રહેતી નથી, તે પ્રત્યેક પદાર્થના સ્વરૂપને યથાર્થ રૂપે જાણે–દેખે છે. અણગારની ગ્રામ આદિ વિદુર્વણા ક્ષમતા :१४ अणगारे णं भंते ! भावियप्पा बाहिरए पोग्गले अपरियाइत्ता पभू एगं मह गामरूवं वा णयररूवं वा जाव सण्णिवेसरूवं वा विउव्वित्तए ? __णो इणढे समढे । एवं बिईओ वि आलावगो, णवरं बाहिरए पोग्गले परियाइत्ता पभू । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું ભાવિતાત્મા અણગાર, બાહા પુલોને ગ્રહણ કર્યા વિના એક વિશાળ ગ્રામ, નગર, સન્નિવેશાદિ રૂપોની વિદુર્વણા કરી શકે છે?
ઉત્તર- હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. આ રીતે બીજો આલાપક પણ કહેવો જોઈએ પરંતુ વિશેષતા એ છે કે બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને તે સાધુ, પૂર્વોક્ત રૂપોની વિદુર્વણા કરી શકે છે. | १५ अणगारे णं भंते ! भावियप्पा केवइयाइं पभू गामरूवाइं विउव्वित्तए?
गोयमा ! से जहा णामए जुवई जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा, तं चेव जाव विउव्विसु वा विउव्वंति वा विउव्विस्संति वा एवं जाव सण्णिवेसरूवं वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે ભાવિતાત્મા અણગાર, કેટલા ગ્રામરૂપોની વિકુર્વણા કરી શકે છે?
ઉત્તર- હે ગૌતમ! યુવતી યુવાનના દષ્ટાંતે પૂર્વોક્ત વર્ણન જાણવું જોઈએ અર્થાત્ આ પ્રકારના રૂપોથી તે સંપૂર્ણ જંબૂદ્વીપને ઠસોઠસ ભરી શકે છે. આ તેનો વિષયમાત્ર છે, સામર્થ્ય માત્ર છે, આ રીતે સન્નિવેશના રૂપો પર્યતનું કથન જાણવું. વિવેચન :
આ બે સૂત્રમાં અણગાર દ્વારા થતી વિફર્વણા અને તેના પરિમાણ સંબંધી વર્ણન છે. ભાવિતાત્મા અણગાર બાહ્ય પુગલોને ગ્રહણ કરીને જ વિશાળ ગ્રામ, નગર આદિની વિકુર્વણા કરી શકે છે. વિક્રિયા