________________
શ્રી ભગવતી સૂત્ર–૧
१२ से भंते! किं तहाभावं जाणइ पासइ, अण्णहाभावं जाणइ पासइ ?
गोयमा ! तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं जाणइ पासइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે અણગાર તે જનપદવર્ગને તથાભાવે જાણે, દેખે છે કે અન્યથાભાવે જાણે, દેખે છે ?
४७०
ઉત્તર– હે ગૌતમ ! તે અણગાર તે જનપદવર્ગને તથાભાવે જાણે, દેખે છે, પરંતુ અન્યથાભાવે જાણતા, દેખતા નથી.
१३ से केणट्टेणं भंते ! एवं ?
गोयमा ! तस्स णं एवं भवइ णो खलु एस रायगिहे णयरे, णो खलु एस वाणारसी णयरी, णो खलु एस अंतरा एगे जणवयवग्गे, एस खलु ममं वीरियलद्धी वेडव्वियलद्धी ओहिणाणलद्धी इड्डी जुई जसे बले वीरिए पुरिसक्कारपरक्कमे लद्धे पत्ते अभिसमण्णागए । से दंसणे अविवच्चासे भवइ । से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ- तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं जाणइ पासइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સાધુના મનમાં આ પ્રકારનો વિચાર હોય છે કે આ રાજગૃહ નગરી નથી અને આ વાણારસી નગરી નથી તથા આ બંનેની મધ્યમાં સ્થિત વિશાળ જનપદવર્ગ પણ નથી, પરંતુ આ મને મળેલી, પ્રાપ્ત થયેલી અને સમ્મુખ થયેલી, મારી જ વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ, અવધિજ્ઞાન લબ્ધિ, ઋદ્ધિ, ધ્રુતિ, યશ, બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે. તેનું દર્શન અવિપરીત–સમ્યક્ છે. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે તે સાધુ તથાભાવે જાણે છે, દેખે છે અન્યથાભાવે જાણતા, દેખતા નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અમાયી સમ્યગદષ્ટિ ભાવિતાત્મા અણગારની વિપુર્વણા અને તેના જ્ઞાન વિષયક પ્રશ્નોત્તર છે.
અમાયી શબ્દ સમ્યગ્દષ્ટિનું સ્વરૂપ વિશેષણ છે. પૂર્વના સૂત્રોમાં માયી મિથ્યાદષ્ટિની વિકુર્વણા અને મિથ્યા સમજણનું કથન છે, તે જ રીતે પ્રસ્તુત સૂત્રોમાં અમાયી સમ્યગ્દષ્ટિની વિકુર્વણા અને સમ્યક્ સમજણનું કથન છે.
વિક્રિયા :– પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ પ્રકારે વિક્રિયાનું કથન છે, તે આ પ્રમાણે છે– (૧) અમાયી સમ્યગ્દષ્ટ અણગાર વાણારસીમાં સ્થિત રાજગૃહીની વિક્ર્વણા કરે છે. (૨) રાજગૃહીમાં સ્થિત વાણારસીની વિધુર્વણા