________________
શતક-૩ઃ ઉદ્દેશક-s
| ૪૬૯ ]
| ९ से भंते ! किं तहाभावं जाणइ पासइ, अण्णहाभावं जाणइ पासइ ?
गोयमा ! तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं जाणइ पासइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું તે અણગાર તે રૂપોને તથાભાવે જાણે, દેખે છે કે અન્યથા ભાવે જાણે દેખે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે અણગાર તે ભાવોને તથાભાવે જાણે દેખે છે, પરંતુ અન્યથા ભાવે જાણતા દેખતા નથી. १० से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! तस्स णं एवं भवइ- एवं खलु अहं रायगिहे णयरे समोहए, समोहणित्ता वाणारसीए णयरीए रूवाइं जाणामि पासामि; से से दसणे अविवच्चासे भवइ, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ । बीओ आलावगो एवं चेव । णवरवाणारसीए णयरीए समोहणा णेयव्वा रायगिहे णयरे रूवाई जाणइ, पासइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! તે સાધુના મનમાં આ પ્રકારનો વિચાર થાય છે કે વાણારસી નગરીમાં સ્થિત હું રાજગૃહ નગરીની વિદુર્વણા કરીને, વાણારસીના રૂપોને જાણું, દેખું છું. તેનું દર્શન અવિપરીત–સમ્યક હોય છે. તેથી તે તથાભાવે જાણે છે અને દેખે છે, તે પ્રમાણે કહેવાય છે. બીજો આલાપક પણ તે જ પ્રમાણે જાણવો જોઈએ, પરંતુ તેમાં વિશેષતા એ છે કે તેમાં વાણારસી નગરીની વિફર્વણા અને રાજગૃહ નગરમાં રહેલા રૂપોને જાણવા-દેખવાનું કથન કરવું જોઈએ. | ११ अणागारे णं भंते ! भावियप्पा अमाई सम्मदिट्ठी वीरियलद्धीए वेउव्विय लद्धीए ओहिणाणलद्धीए रायगिहं णयर, वाणारसिं णयरी च अंतरा एगं महं जणवयवग्गं समोहए, समोहणित्ता रायगिह णयर, वाणारसिं णयरी, तं च अंतरा एगं महं जणवयवग्गं जाणइ पासइ ? हंता, जाणइ पासइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું અમાયી સમ્યગુદષ્ટિ ભાવિતાત્મા અણગાર, પોતાની વીર્યલબ્ધિથી વૈક્રિયલબ્ધિથી અને અવધિજ્ઞાન લબ્ધિથી, રાજગૃહી નગર અને વાણારસી નગરીની મધ્યમાં એક વિશાળ જનપદ વર્ગની વિફર્વણા કરીને તે રાજગૃહી અને વાણારસી નગરીની મધ્યમાં એક મોટા જનપદ વર્ગને જાણે–દેખે છે?
ઉત્તર- હા, ગૌતમ! તે અણગાર તે જનપદ વર્ગને જાણે–દેખે છે.