________________
૪૭૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
કરવા માટે આ સર્વસામાન્ય નિયમ છે.
ભાવિતાત્મા અણગાર પોતાના વૈક્રિયકૃત રૂપો દ્વારા સંપૂર્ણ જંબુદ્વીપને ભરી શકે છે, પરંતુ તેમ કોઈ કદાપિ કરતા નથી. વિદુર્વણા સંબંધી અન્ય વિવેચન ઉદ્દેશક-૪માં થઈ ગયું છે. પર્વ વિ રિ મનાવો - આલાપક = વર્ણન સમૂહ. એકવાર વર્ણિત સૂત્રપાઠને એકાદ શબ્દ કે વાક્યના પરિવર્તન સાથે બીજીવાર કહેવો હોય ત્યારે પૂર્વોક્ત વર્ણન સમૂહ માટે 'આલાપક' શબ્દ પ્રયોગ થાય છે. જેમકે– પ્રસ્તુત પ્રકરણમાં બાહ્ય પુદ્ગલ ગ્રહણ કર્યા વિના વિકુર્વણા થઈ શકે કે નહીં ? તદ્વિષયક પ્રશ્નોત્તર છે. ત્યાર પછી બાહ્ય પુદ્ગલ ગ્રહણ કરીને વિદુર્વણા કરવા કે ન કરવા વિષયક પ્રશ્નોત્તર છે. આ સ્થિતિમાં સૂત્રકાર પૂર્વ સૂત્રથી વિશેષતાનું કથન કરીને પૂર્વ વિો વિ આતાવો આ રીતે દ્વિતીય આલાપકનું કથન કરવું જોઈએ, આ પ્રમાણે કથન કરે છે. ચમરેન્દ્રના આત્મરક્ષક દેવો :१६ चमरस्स णं भंते ! असुरिंदस्स असुररण्णो कइ आयरक्खदेवसाहस्सीओ पण्णत्ताओ?
गोयमा ! चत्तारि चउसट्ठीओ आयरक्खदेवसाहस्सीओ पण्णत्ताओ । तेणं आयरक्खा जाव वण्णओ जहा रायप्पसेणइज्जे । एवं सव्वेसिं इंदाणं जस्स जत्तिआ आयरक्खा ते भाणियव्वा ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અસુરેન્દ્ર અસુરરાજ ચમરને કેટલા આત્મરક્ષક દેવો હોય છે?
ઉત્તર– હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરને ૨,૫૬,૦૦૦ (બે લાખ છપ્પન હજાર)આત્મરક્ષક દેવો છે. અહીં આત્મરક્ષક દેવોનું વર્ણન રાજપ્રીય સૂત્રાનુસાર સમજી લેવું જોઈએ. જે ઈન્દ્રને જેટલા આત્મરક્ષક દેવ હોય તે સર્વનું વર્ણન કરવું જોઈએ.
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રાજપ્રશ્રીય સૂત્રના અતિદેશપૂર્વક સર્વ ઈન્દ્રોના આત્મરક્ષક દેવોનું વર્ણન છે. આત્મરક્ષક દેવ :- જે દેવ ઈન્દ્રના અંગરક્ષક સમાન છે. શસ્ત્રાદિથી સજ્જ થઈને હંમેશાં ઈન્દ્રની રક્ષા માટે દત્તચિત્ત હોય છે, તેને આત્મરક્ષક દેવ કહે છે. યદ્યપિ ઈન્દ્રને કોઈ પણ પ્રકારના અનિષ્ટની સંભાવના નથી, તેમ છતાં આત્મરક્ષક દેવ પોતાનું કર્તવ્ય પાલન કરે છે. આત્મરક્ષક દેવોની સંખ્યા :- પ્રત્યેક ઈન્દ્રોના સામાનિક દેવોથી આત્મરક્ષક દેવો ચાર ગુણા છે. પ્રત્યેક