________________
શતક—૩ : ઉદ્દેશક ૫
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિશિષ્ટ પ્રકારની આભિયોગિક ક્રિયાનું વર્ણન છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૩૬/૨૬૫માં તેનું સામાન્ય સ્વરૂપ પ્રદર્શિત કર્યું છે.
मंता जोग काउं, भूइकम्मं च जे पउज्जंति ।
साय रस इड्डिहेडं, अभियोगं भावणं कुणइ ॥ २६५ ॥
૪૩
જે સાધક કેવળ વૈષયક સુખને માટે, શાતાને માટે, સ્વાદિષ્ટ ભોજનને માટે, રસને માટે અને ઋદ્ધિ પ્રાપ્ત કરવા માટે તંત્ર-મંત્ર-યંત્ર સાધનાથી અથવા વિદ્યા આદિની સિદ્ધિથી આજીવિકા ચલાવે છે; જે ઔષધિ સંયોગ કરે છે તથા ભૂતિ–ભસ્મ, દોરા, ધાગા આદિ મંત્રિત કરીને તેનો પ્રયોગ કરે છે તે આભિયોગિક ભાવના કરે છે.
પ્રસ્તુતમાં અચિત્ત આકૃતિ બનાવી, તેમાં સ્વયં પ્રવેશ કરી, ગમન આદિ કરવા રૂપ વિશિષ્ટ અભિયોગિક ક્રિયા [કુતૂહલ]નું કથન છે. આ પ્રકારની આભિયોગિક પ્રવૃત્તિ કરનારા સાધુ આભિયોગિક દેવ[મહર્દિક દેવોની આજ્ઞા અને અધીનતામાં રહેનારા દાસ અથવા સેવક સમાન દેવ]રૂપ ઉત્પન્ન થાય છે. તે તપસંયમના પ્રભાવે ૧૨ દેવલોક સુધી જાય છે પરંતુ આભિયોગિક પ્રવૃત્તિના કારણે મહર્દિક દેવોની આજ્ઞા અને અધીનતામાં રહેનારા દાસ અથવા સેવક સમાન બને છે અને જે અણગાર પૂર્વોક્ત પ્રવૃત્તિ કરીને આલોચના—પ્રતિક્રમણાદિ કરી લે છે, તે અમાયી અણગાર બની જાય છે અને તે અનાભિયોગિક દેવરૂપે ઉત્પન્ન થાય છે.
માયી અભિનું જ્ઞરૂ – માયી અને અમાયી અણગાર વિષયક આ સૂત્રોમાં કેટલીક પ્રતોમાં વિઘ્નરૂ પાઠ છે અને કેટલીક પ્રતોમાં અભિનુંફ પાઠ છે. અહીં અભિનું જ્ઞરૂ પાઠ પ્રાસંગિક છે. કારણ કે માયી– અમાયી વિષયક વિષુર્વણાનો પાઠ ઉદ્દેશક-૪ના અંતે આવી ગયો પ્રસ્તુતમાં આભિયોગનું પ્રકરણ છે, તેથી અભિનું જ્ઞરૂ પાઠ યથોચિત લાગે છે. તેથી પ્રસ્તુતમાં અભિનું જ્ઞરૂ પાઠ પ્રમુખતાએ સ્વીકાર્યો છે અને વિદ્ શબ્દને કૌંસમાં રાખ્યો છે.
|| શતક ૩/૫ સંપૂર્ણ ॥