________________
[ ૪૬૪]
શ્રી ભગવતી સૂત્ર-૧
શિતક-૩ : ઉદ્દેશક-કો
ORODર સંક્ષિપ્ત સાર છCROROR
આ ઉદ્દેશકમાં મુખ્યતયા મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિની વિક્રિયાનું, તેના મિથ્યા અને સમ્યગુજ્ઞાનનું તથા અંતે ચમરેન્દ્રના આત્મરક્ષક દેવોનું નિરૂપણ છે. * જે મિથ્યાદષ્ટિ જીવ વૈક્રિય લબ્ધિ અને વિભંગ જ્ઞાન સંપન્ન હોય તે ઈચ્છાનુસાર વિવિધ રૂપો બનાવી શકે છે અને વિર્ભાગજ્ઞાનથી જાણી પણ શકે છે, પરંતુ તેનું જ્ઞાન મિથ્યા હોવાથી તે યથાર્થપણે જાણી શકતા નથી. તેઓ વૈક્રિયકૃત રૂપોને સ્વાભાવિક અને સ્વાભાવિક રૂપોને વૈક્રિયકૃત માને છે. તેઓ રાજગૃહીને વારાણસી માને, નવા નગરની વિકર્વણા કરી હોય તેને વાસ્તવિક માને. આ રીતે તેનું જ્ઞાન મિથ્યા હોય છે.
* વૈક્રિયલબ્ધિ સંપન્ન સમ્યગુદષ્ટિ જે વિક્રિયા કરે છે તેને અવધિજ્ઞાન દ્વારા યથાર્થપણે જાણે છે.
આ રીતે વૈક્રિયશક્તિ સમાન હોવા છતાં બંનેના જ્ઞાનમાં સમ્યગુ અને મિથ્યા જ્ઞાનની અપેક્ષાએ ભેદ છે. મિથ્યાત્વના કારણે તેઓને ભ્રાંતિ ઉત્પન્ન થઈ જાય છે.
* ચમરેન્દ્રના ૨,૫૬,૦૦૦ (બે લાખ છપ્પન હજાર)આત્મરક્ષક દેવ છે. તે આત્મરક્ષક દેવનું વર્ણન રાયપરોણીય સુત્ર અનુસાર જાણવું. શેષ સર્વ ઈન્દ્રોના આત્મરક્ષક દેવ જેટલા હોય છે. તેનું વર્ણન પણ અસુરકુમારની જેમ જાણવું.