________________
શતક—૩ : ઉદ્દેશક-૫
૪૫૫
શતક-૩ : ઉદ્દેશક-૫
DRDO સંક્ષિપ્ત સાર OROROR
આ ઉદ્દેશકમાં ભાવિતાત્મા અણગારની વૈક્રિય શક્તિ અને આભિયોજન શક્તિનું નિરૂપણ છે.
* ભાવિતાત્મા અણગાર બાહ્ય પુદ્ગલો ગ્રહણ કરીને સ્ત્રી આદિ અનેક રૂપની વિકુર્વણા કરી શકે છે. પોતાના વૈક્રિયકૃત રૂપો દ્વારા સંપૂર્ણ જંબુદ્રીપને વ્યાપ્ત કરી શકે તેટલું તેનું સામર્થ્ય છે. પરંતુ તેઓ આ પ્રકારનો પ્રયોગ ક્યારે ય કરતા નથી.
* તે જ રીતે ભાવિતાત્મા અણગાર મંત્ર, તંત્ર આદિના પ્રયોગથી આભિયોગિક ક્રિયા દ્વારા અશ્વ આદિ વિવિધ શરીરમાં પ્રવેશ કરીને, અથવા વિવિધ રૂપો બનાવીને, તેમાં પ્રવેશ કરીને ગમન આદિ ક્રિયાઓ કરી શકે છે. વિક્રિયા કે આભિયોગ કરનાર માયી–પ્રમાદી (પ્રમત્ત ભાવોમાં રહેનાર બહિર્લેશી) અણગાર જો તેની આલોચના ન કરે તો તે આભિયોગિક (નોકર) દેવોમાં ઉત્પન્ન થાય છે. જો તે આલોચના પ્રતિક્રમણ કરે તો આભિયોગિક સિવાય અન્ય ઉત્તમ દેવોમાં ઉત્પન્ન થાય છે.
* વિક્રિયા કે આભિયોગિક ક્રિયા કરનાર જો ભાવિતાત્મા અણગાર હોય તો પણ તે શાસ્ત્રની ભાષામાં માયી–પ્રમાદી કહેવાય છે અને જો તે આલોચના પ્રતિક્રમણ કરી લે તો તે અમાયી કહેવાય છે.
܀܀܀܀܀