________________
શ્રી ભગવતી સૂત્ર–૧
માયી મનુષ્ય પોતાની કરેલી પ્રવૃત્તિની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ જો કાલધર્મ પામે, તો તેની આરાધના થતી નથી, પરંતુ તે પ્રવૃત્તિની આલોચના પ્રતિક્રમણ કરીને કાલધર્મ પામે, તો તેની આરાધના થાય છે.
હે ભગવન્ ! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્ ! આ ભાવ આ જ પ્રકારે છે.
૪૫૪
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સ્પષ્ટ કર્યું છે કે માયી અર્થાત્ પ્રમાદયુક્ત જીવ વિપુર્વણા કરે છે. જે અમાયી છે તેને વિકુર્વણા કરવાની ઈચ્છા થતી નથી. વિકુર્વણા કરનાર માયી મનુષ્ય અંત સમયે આલોચનાદિ કરે તો જ તે આરાધક બને છે અન્યથા તે વિરાધક બને છે.
માવિયપ્પા મળનારે, માથી વિવ્વર્ :- સૂ. ૨૦, ૨૧, ૨૨માં ભાવિતાત્મા અણગાર વિકુર્વણા કરે છે, તે પ્રમાણે કથન કર્યું છે. ભાવિતાત્મા એટલે ઉચ્ચ સંયમ આરાધક મુનિ. તેવા મુનિને જ વૈક્રિય વગેરે લબ્ધિ પ્રાપ્ત થાય છે અને તે જ વિવિધ પ્રકારની વિકુર્વણા કરવાની શક્તિ ધરાવે છે. તે મુનિ વૈક્રિય વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને વૈક્રિય રૂપો બનાવી શકે છે, વૈક્રિય વર્ગણા પુદ્ગલો ગ્રહણ કર્યા વિના વિકુર્વણા કરી શકતા નથી.
સૂ. ૨૨–૨૩ માં પૂર્વોક્ત વિષયને જ વિશેષ સ્પષ્ટ કર્યો છે. સૂત્રકારે અધ્યાત્મભાવોની મુખ્યતાએ ભાવિતાત્મા અણગારના પણ બે ભેદ કર્યા છે. માયી અને અમાયી. તેના અર્થ ક્રમશઃ પ્રમાદી અને અપ્રમાદી થાય છે. તાત્પર્ય એ છે કે ભાવિતાત્મા લબ્ધિધારી અણગાર જ્યારે પ્રમત્ત ભાવોમાં હોય, ત્યારે જ બહિર્લક્ષી પરિણામે, કુતુહલ આદિ વૃત્તિથી વૈક્રિય લબ્ધિનો પ્રયોગ કરે છે.
આ રીતે સ્પષ્ટ થાય છે કે માયી–પ્રમાદી વિકુર્વણા કરે છે, અમાયી–અપ્રમાદી અણગારને બહિર્લક્ષી વૃત્તિ ન હોવાથી તે વિષુર્વણા કરતા નથી. આ વિષયને સૂત્રમાં દષ્ટાંતથી સમજાવ્યો છે. તેની વ્યાખ્યા કરતા ટીકાકાર કહે છે કે—
भोच्चा भोच्चा वामेति, वमनं करोति, विरेचनं वा करोति । वर्णबलाद्यर्थं, यथाप्रणीत भोजनं तद्वमनं च विक्रिया स्वभावं मायित्वाद्भवति एवं વૈવિંગમપીતિ તાત્પર્ય । [વૃત્તિ-મૃ. ૧૮૯]
બહિર્લક્ષી વ્યક્તિ વર્ણ, બલ વગેરેની વૃદ્ધિ માટે વારંવાર સ્વાદિષ્ટ ભોજન કરી કરીને વમન– વિરેચન કરે છે. આ રીતે જેમ સ્વાદિષ્ટ ભોજન કરવું અને તેનું વમન કરવું આ વિક્રિયા–વિશેષ ક્રિયા માયી–પ્રમાદી વડે જ કરાય છે; તેમજ વૈક્રિય લબ્ધિ પ્રયોગ પણ માયી–પ્રમાદી દ્વારા જ થાય છે. અમાયી–અપ્રમાદી સાધકને ઉપરોક્ત પ્રવૃત્તિ હોતી નથી.
|| શતક ૩/૪ સંપૂર્ણ ॥