________________
શતક—૩ : ઉદ્દેશક-૪
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું તે વાયુકાય, ઉપર ઊઠેલી ધજાના આકારે ગતિ કરે છે કે નીચે પડેલી ધજાના આકારે ગતિ કરે છે ?
૪૪૭
ઉત્તર- હે ગૌતમ ! તે ઉપર ઊઠેલી ધજા-પતાકા અને નીચે પડેલી ધજા—પતાકા, આ બંને આકારે ગતિ કરે છે.
૬ સેમંતે ! જિ ઓપડાનું વચ્છફ, વુહોપડાનું ન∞ફ ? નોયમા ! एगओपडागं गच्छइ, णो दुहओपडागं गच्छइ ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! શું વાયુકાય, એક દિશામાં એક પતાકાની સમાન રૂપ બનાવીને ગતિ કરે છે કે બે દિશાઓમાં બે પતાકાની સમાન રૂપ બનાવીને ગતિ કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે વાયુકાય, એક દિશામાં એક પતાકાના આકારનું રૂપ બનાવીને ગતિ કરે છે, પરંતુ બે દિશામાં બે પતાકાના આકારનું રૂપ બનાવીને ગતિ કરતા નથી અર્થાત્ તેવું રૂપ બનાવતા જ નથી.
१० से णं भंते! किं वाडकाए पडागा ? गोयमा ! वाडकाए णं से, जो खलु सा पडागा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તો શું તે વાયુકાય પતાકા છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે વાયુકાય પતાકા નથી, પરંતુ વાયુકાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વાયુકાયની વૈક્રિય શક્તિનું કથન કર્યું છે. વાયુકાયનું સંસ્થાન ધ્વજા-પતાકાના આકારનું જ છે. તે જ્યારે વૈક્રિય શરીર બનાવે ત્યારે પણ અન્ય કોઈ પ્રકારના રૂપોની વિકુર્વણા કરી શકતા નથી પરંતુ ઉપર ઊઠેલી અથવા નીચે પડેલી પતાકાના આકારની જ વિક્ર્વણા કરી શકે છે. તેમાં પણ કોઈ એક જ દિશામાં–એક જ આકારવાળી પતાકાની વિકુર્વણા કરી શકે છે, બે દિશામાં બે પ્રકારની પતાકા બનાવી શકતા નથી. વિકુર્વણા કરીને, આત્મઋદ્ધિ, આત્મકર્મ અને આત્મ પ્રયોગથી તે અનેક યોજન સુધી ગતિ કરી શકે છે. જ્યારે તે વિપુર્વણા કરે ત્યારે તે વાયુરૂપ જ રહે છે. પતાકારૂપ થતા નથી.
આવી :- આત્મઋદ્ધિથી અર્થાત્ સ્વશક્તિ, સ્વસામર્થ્યથી. વાદળા સ્વસામર્થ્યથી ગતિ કરતા નથી પરંતુ પર પ્રયોગથી વાયુ દ્વારા પ્રેરિત થઈને ગમન કરે છે, તેની ગતિ પરીપ્ કહેવાય છે. વાયુકાય સ્વયં ગમન કરે છે, તેની ગતિ આયી કહેવાય છે.
મેઘના વિવિધ રૂપોનું પરિણમન :
११ पभू णं भंते ! बलाहए एगं महं इत्थिरूवं वा जाव संदमाणियरूवं वा