________________
શતક—૩ : ઉદ્દેશક ૩
देसूणा पुव्वकोडी । णाणाजीवे पडुच्च सव्वद्धा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પ્રમત્ત સંયમનું પાલન કરતા પ્રમત્તસંયમીનો પ્રમત્તસંયમનો સર્વ મળીને કેટલો કાલ થાય છે ?
૪૩૯
ઉત્તર– હે મંડિતપુત્ર ! એક જીવની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ થાય છે. અનેક જીવોની અપેક્ષાએ સર્વાદ્વા—સર્વકાલ થાય છે.
१८ अप्पमत्तसंजयस्स णं भंते ! अप्पमत्तसंजमे वट्टमाणस्स सव्वा वि य णं अप्पमत्तद्धा कालओ केवच्चिरं होइ ?
मण्डियपुत्ता ! एगजीवं पडुच्च जहण्णेणं अंतोमुहुतं, उक्कोसेणं देसूणा पुव्वकोडी । णाणाजीवे पडुच्च सव्वद्धं ।
सेवं भंते ! सेवं भंते ! त्ति मंडियपुत्ते अणगारे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता संजमेणं तवसा अप्पाणं भावमाणे विहरइ |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અપ્રમત્ત સંયમનું પાલન કરતા અપ્રમતસંયમીનો અપ્રમત્ત સંયમનો સર્વ મળીને કેટલો કાલ થાય છે ?
ઉત્તર– હે મંડિતપુત્ર ! એક જીવની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ થાય છે, અનેક જીવોની અપેક્ષાએ સર્વાદ્વા—સર્વકાલ થાય છે.
હે ભગવન્ ! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્ ! આ ભાવ આ જ પ્રકારે છે, એમ કહી મંડિતપુત્ર અણગારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન—નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં એક અને અનેક જીવની અપેક્ષાએ પ્રમત્ત અને અપ્રમત્ત સંયમની સ્થિતિ
બે
કહી છે.
પ્રમત્ત સંયમની સ્થિતિ ઃ— જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષની છે. પ્રમત્ત સંયમ પ્રાપ્ત કર્યા પછી તરત જ કોઈ જીવનું મૃત્યુ થઈ જાય તે અપેક્ષાએ એક સમયની સ્થિતિ ઘટી શકે છે. સર્વ જીવોની અપેક્ષાએ સર્વાદ્વા—સર્વકાલની છે. કારણ કે છઠ્ઠું ગુણસ્થાન શાશ્વત છે.
અપ્રમત્ત સંયમની સ્થિતિ :– સાતમાથી ચૌદમાં ગુણસ્થાનવર્તી જીવો અપ્રમત્ત કહેવાય છે. સંયમની પ્રાપ્તિ અપ્રમત્ત અવસ્થામાં જ થાય છે. સંયમ પ્રાપ્તિનો સમય અંતર્મુહૂર્ત છે. અપ્રમત્ત ગુણસ્થાનવર્તી