________________
૪૪૦ |
શ્રી ભગવતી સૂત્ર-૧
જીવ અંતર્મુહૂર્ત પહેલા મૃત્યુ પામતાં નથી માટે તેની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની કહી છે. કેવળી ભગવાન તેરમા ગુણસ્થાનકે દેશોન પૂર્વકોટિ વર્ષ પર્યત રહી શકે છે માટે અપ્રમત્તની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન પૂર્વકોટિ વર્ષની કહી છે. અનેક જીવોની અપેક્ષાએ સર્વકાલની છે. કારણ કે અપ્રમત્તાવસ્થા-સિાતમું અને તેરમું ગુણસ્થાન શાશ્વત છે. લવણ સમુદ્રમાં હાનિ-વૃદ્ધિ :| १९ भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- कम्हा णं भंते ! लवणसमुद्दे चाउद्दस्सट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु अइरेग वड्डइ वा हायइ वा ?
जहा जीवाभिगमे लवणसमुद्दवत्तव्वया तहा णेयव्वा जाव लोयट्ठिई लोयाणुभावे ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! આ પ્રકારે સંબોધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા; વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! લવણ સમુદ્રનું પાણી ચતુર્દશી, અષ્ટમી, અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે શા માટે વધે છે અને ઘટે છે?
ઉત્તર- જીવાભિગમ સૂત્રમાં કહેલી લવણસમુદ્રની વક્તવ્યતા અનુસાર જાણવું જોઈએ. આ પ્રકારે લોક સ્થિતિ, લોકાનુભાવ છે ત્યાં સુધીનું વર્ણન અહીં ગ્રહણ કરવું.
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, એમ કહી ગૌતમ સ્વામી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લવણ સમુદ્રીય જલમાં હાનિ-વૃદ્ધિનું કારણ જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક કથિત છે. હાનિ વૃદ્ધિનું કારણ :- ચતુર્દશી આદિ તિથિઓના દિવસે વાયુના વિક્ષોભના કારણે જેલમાં હાનિવૃદ્ધિ થાય છે. લવણ સમુદ્રમાં ચાર દિશામાં ચાર મહાપાતાળ કળશ અને તે સિવાય ૭૮૮૪ નાના-નાના પાતાળ કળશ છે. મહાપાતાળ કળશ એક લાખ યોજન પ્રમાણ અને નાના પાતાળ કળશ એક હજાર યોજન પ્રમાણ છે. દરેક કળશમાં નીચેના ત્રીજા ભાગમાં વાયુ, મધ્યના ત્રીજા ભાગમાં જલ અને વાયુ અને ઉપરના ભાગમાં કેવળ જલ છે. તેમાં રહેલા વાયુના વિક્ષોભના કારણે જલમાં હાનિ વૃદ્ધિ થાય છે. હાનિ વૃદ્ધિનું પ્રમાણ :- લવણ સમુદ્રની શિખાનો વિખંભ-પહોળાઈ ૧૦,000 યોજન અને તેની ઊંચાઈ ૧૬,000 યોજન છે. તેની ઉપર અર્ધા યોજન જલની વૃદ્ધિ અને હાનિ થાય છે.