________________
૪૩૮ |
શ્રી ભગવતી સૂત્ર-૧
નિષ્ક્રિય થયેલો જીવ આરંભાદિમાં પ્રવૃત્ત થતો નથી, આરંભાદિમાં અપ્રવર્તમાન જીવ અન્ય જીવોને પીડા પહોંચાડતો નથી. તેથી કર્મબંધ કરતો નથી અને કર્મબંધથી મુક્ત થયેલો જીવ સર્વથા મુક્ત થઈ જાય છે. આ વિષયના સ્પષ્ટીકરણ માટે શાસ્ત્રકારે ત્રણ દષ્ટાંત આપ્યા છે જેમકે૧. જે રીતે સૂકા ઘાસના પૂળાને અગ્નિમાં નાંખતા જ તે ભસ્મીભૂત થઈ જાય છે. ૨. જે રીતે અત્યંત તપ્ત લોખંડની કડાઈ પર જલબિંદુ નાંખતા તે તરત જ નષ્ટ થઈ જાય છે. તે જ રીતે એજનાદિ ક્રિયા રહિત મનુષ્યના કર્મરૂપ ઈધન શુક્લધ્યાન રૂપ જાજ્વલ્યમાન અગ્નિમાં તરત જ ભસ્મીભૂત થઈ જાય છે. ૩. જે રીતે છિદ્રો વાળી નૌકા પાણીમાં તરતી મૂકતા, તે નૌકા છિદ્રો દ્વારા પાણીથી ભરાય જાય છે. પરંતુ કોઈ વ્યક્તિ તે નૌકાના સમસ્ત છિદ્રોને ઢાંકી દે અને નૌકામાં ભરેલા પાણીને ઉલેચી નાખે તો તરત જ તે નૌકા પાણીમાં ઉપર આવી જાય છે. તે જ રીતે આશ્રવરૂપ છિદ્રો દ્વારા કર્મરૂપી પાણીથી ભરેલી આ જીવરૂપી નૌકાને આત્મ સંવૃત્ત પુરુષ જ્યારે ઉપયોગપૂર્વક સમસ્ત ક્રિયા કરતાં, આશ્રવરૂપ છિદ્રોને ઢાંકી દે અને નિર્જરા દ્વારા સંચિત કર્મરૂપી જલને ઉલેચી નાંખે ત્યારે તે જીવ સાંપરાયિક ક્રિયા રહિત બની જાય છે. તે જીવને યોગનિમિત્તક ઐર્યાપથિકી ક્રિયા જ લાગે છે. તે ક્રિયાજન્ય જે કર્મબંધ થાય છે, તે પણ પ્રથમ સમયે બંધાય, બીજા સમયે વેદન થાય અને ત્રીજા સમયે તે નિર્જરી જાય અર્થાત્ આત્મપ્રદેશોથી પૃથક થઈ જાય છે અને ક્રમશઃ તે જીવ સર્વથા નિષ્ક્રિય બની જાય છે. આશ્રવ રહિત, અકર્મરૂપ સ્થિતિમાં જીવરૂપી નૌકા ઉપર આવે છે. નિષ્ક્રિય વ્યક્તિ સંસાર સાગરને તરી જાય છે. અંતક્રિયારૂપ મુક્તિને પ્રાપ્ત કરે છે.
તથા સમય પય:- સદા, નિરંતર, સતત, સમયે–સીમિત, કાંઈક, પરિમાણપૂર્વક, પ–કંપે છે. સયોગી અવસ્થા પર્યત અથવા આત્મા શૈલેશીકરણ કરે ત્યાં સુધી તેનું કંપન નિરંતર ચાલુ જ હોય છે. તેમ છતાં સૂત્રકારે સમય–સીમિત' શબ્દનો પ્રયોગ કરી સ્પષ્ટ કર્યું છે કે આત્માનું કંપન સતત થવા છતાં તેની મર્યાદા પૂર્વક થાય છે.
જ્યારે દારિક આદિ પૂલ યોગ પ્રવૃત્ત હોય ત્યારે શૂલપણે અને જ્યારે તૈજસ-કાર્મણાદિ સૂક્ષ્મ યોગ પ્રવૃત્ત હોય ત્યારે સૂક્ષ્મપણે કંપન થાય છે. જીવની જ્યારે જેવી યોગ્યતા કે પરાક્રમ હોય તે પ્રમાણે કંપન ક્રિયા થાય છે. તે જ તેની મર્યાદા અથવા પરિમાણ છે.
પ્રમત્ત, અપ્રમત્ત સંયતની સ્થિતિ :१७ पमत्तसंजयस्स णं भंते ! पमत्तसंजमे वट्टमाणस्स सव्वा वि य णं पमत्तद्धा कालओ केवच्चिरं होइ ?
मंडियपुत्ता ! एगजीवं पडुच्च जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं