________________
શતક–૩: ઉદ્દેશક-૩
_
| १६ एवामेव मंडियपुत्ता ! अत्तत्तासंवुडस्स अणगारस्स ईरियासमियस्स जाव गुत्तबंभयारिस्स, आउत्तं गच्छमाणस्स चिट्ठमाणस्स णिसीयमाणस्स तुयट्टमाणस्स आउत्तं वत्थ-पडिग्गह-कंबल-पायपुंछणं गेण्हमाणस्स णिक्खिवमाणस्स जाव चक्खुपम्हणिवायमवि वेमाया सुहुमा ईरियावहिया किरिया कज्जइ । सा पढम समय बद्धपुट्ठा, बिइयसमयवेइया, तइयसमयणिज्जरिया, सा बद्धा पुट्ठा उदीरिया वेइया णिज्जिण्णा सेयकाले अकम्म वावि भवइ । से तेणटेणं मंडियपुत्ता ! एवं वुच्चइ जावं च णं से जीवे सया समिय णो एयइ जाव अते अतकिरिया भवइ। ભાવાર્થ :- હે મંડિતપુત્ર ! તે જ રીતે પોતાના આત્મા દ્વારા આત્મ સંવૃત્ત, ઈર્ષા સમિતિ આદિ પાંચ સમિતિઓથી સમિત, મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, બ્રહ્મચારી તથા ઉપયોગપૂર્વક ગમન કરનાર, સાવધાનીપૂર્વક સ્થિર રહેનાર, બેસનાર, શયન કરનાર, તથા સાવધાનીપૂર્વક વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ આદિને ગ્રહણ કરનાર અને રાખનાર અણગારને અક્ષિનિમેષ આંખના પલકારા માત્રમાં વિમાત્રાપૂર્વક સૂક્ષ્મ ઐર્યાપથિકી ક્રિયા લાગે છે. તેને પ્રથમ સમયમાં કર્મ બદ્ધ-સ્પષ્ટ થાય, બીજા સમયમાં વેદના થાય અને ત્રીજા સમયમાં તે કર્મ નિર્જીર્ણ થાય છે. અર્થાતુ બદ્ધ-સ્પષ્ટ, ઉદીરિત, વેદિત અને નિર્જીર્ણ થયેલી તે ક્રિયા, ભવિષ્યકાલમાં અકર્મ રૂપ બની જાય છે. હે મંડિતપુત્ર! તેથી આ પ્રમાણે કથન કર્યું છે કે જ્યારે તે જીવ, સદા સીમિત કંપતો નથી, તેમજ તે તે ભાવે પરિણમતો નથી, ત્યારે મરણના સમયે તે જીિવની અંતક્રિયા–મુક્તિ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવની મુક્તિ-અંતક્રિયા ક્યારે થાય છે? તે વિષયને વિધેયાત્મક અને નિષેધાત્મક રૂપે દષ્ટાંત દ્વારા સમજાવ્યો છે. જીવની મુક્તિ ક્યાં સુધી નથી?- જીવ સયોગી અવસ્થામાં હોય ત્યાં સુધી તે એજન-કંપન આદિ વિવિધ ક્રિયાઓ સતત કરે છે અને જ્યાં સુધી જીવ સૂક્ષ્મ કે સ્થૂલ કોઈ પણ ક્રિયા કરે છે ત્યાં સુધી કર્મબંધ થાય છે અને જ્યાં સુધી કર્મબંધ છે, ત્યાં સુધી મુક્તિ થતી નથી.
કોઈ પણ ક્રિયામાં પ્રવૃત્ત થતો જીવ આરંભ, સંરંભ અને સમારંભમાં પ્રવૃત્ત થાય છે અને તેમાં પ્રવર્તમાન જીવ, અન્ય જીવોને દુઃખ પહોંચાડે છે. તેથી ક્રિયાથી કર્મબંધ અને કર્મબંધથી સકર્મજીવ કદાપિ અકર્મા અર્થાતુ મુક્ત થઈ શક્તો નથી.
જીવની મતિ–આંતકિયા ક્યારે થાય? - જીવ જ્યારે સૂક્ષ્મ કે સ્થલ સર્વ પ્રકારની એજનાદિ ક્રિયાથી (કંપનાદિક્રિયા) રહિત થઈ જાય, સર્વથા નિષ્ક્રિય-અયોગી બની જાય ત્યારે જ તે અંતક્રિયા કરી શકે છે અર્થાત મુક્ત થાય છે.