________________
૪૩૪
શ્રી ભગવતી સૂત્ર–૧
जाव अंते अंतकिरिया ण भवइ ?
मंडियपुत्ता ! जावं च णं से जीवे सया समियं एयइ जाव परिणमइ, तवं च णं से जीवे आरंभइ सारंभइ समारंभइ आरंभे वट्टइ सारंभे वट्टइ समारंभे वट्टइ; आरंभमाणे सारंभमाणे समारंभमाणे आरंभे वट्टमाणे सारंभे वट्टमाणे समारंभे वट्टमाणे बहूणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं दुक्खावणयाए सोयावणयाए जूरावणयाए तिप्पावणयाए पिट्टावणयाए परियावणयाए वट्टइ, से तेणट्टेणं मंडियपुत्ता ! एवं वुच्चइ - जावं च णं से जीवे सया समियं एयइ जाव परिणमइ, तावं च णं तस्स जीवस्स अंते अंतिकिरिया ण भवइ ।
શબ્દાર્થ :- - આમદ્ = આરંભ કરે છે અર્થાત્ પૃથ્વીકાયાદિને ઉપદ્રવ કરે છે, સારૂ = સંરંભ કરે છે–પૃથ્વીકાયાદિ જીવોના નાશનો સંકલ્પ કરે છે, સમારંભફ = સમારંભ કરે છે. પૃથ્વીકાયાદિ જીવોને પહોંચાડે છે, વદૃક્ = વર્તે છે, સોયાવળયાણ્ - શોક ઉત્પન્ન કરવામાં, ગૂડાવળવા૬ = ઝૂરણા દુઃખ કરાવવામાં, તિખાવળયાણ્ = આંસુ પડાવામાં, વિટ્ટાવળયાÇ = પિટાવવામાં, પીડાવવામાં, પીડિત કરવામાં, અંતજિરિયા - અંતક્રિયા, મુક્તિ.
=
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જ્યાં સુધી જીવમાં પરિમિત રૂપે કંપનાદિ ક્રિયાઓ થતી હોય ત્યાં સુધી તેની અંતક્રિયા થતી નથી ?
ઉત્તર– હે મંડિતપુત્ર ! જ્યાં સુધી જીવમાં સતત પરિમિત રૂપે કંપનાદિ ક્રિયાથી લઈ તે તે ભાવે પરિણમવા રૂપ ક્રિયા થતી હોય, ત્યાં સુધી તે જીવ આરંભ કરે છે, સંરંભ કરે છે, સમારંભ કરે છે; આરંભમાં પ્રવર્તે છે, સંરંભમાં પ્રવર્તે છે, સમારંભમાં પ્રવર્તે છે; આરંભ, સરંભ અને સમારંભમાં પ્રવર્તતો તે જીવ અનેક પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વને દુઃખ પહોંચાડવામાં, શોક કરાવવામાં, ઝૂરાવવામાં, ટપટપ આંસુ પડાવામાં, પીડિત કરવામાં; ત્રાસ ઉપજાવવામાં અને પરિતાપ કરાવવામાં પ્રવૃત્ત થાય છે; નિમિત્ત કારણ બને છે. હે મંડિતપુત્ર ! તેથી એ પ્રમાણે કહેવાય છે કે જ્યાં સુધી જીવ, સદા પરિમિત રૂપે કંપે છે તેમજ તે તે ભાવે પરિણમે છે, ત્યાં સુધી જીવ અંત સમયે અંતક્રિયા કરી શકતો નથી.
१२ जीवे णं भंते ! सया समियं णो एयइ जाव णो तं तं भावं परिणमइ ?
हंता, मंडियपुत्ता ! जीवे णं सया समियं णो एयइ जाव णो परिणमइ । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! શું જીવ, સદા પરિમિત રૂપે કંપતો નથી. તે તે ભાવે પરિણમતો નથી ? ઉત્તર– હા મંડિતપુત્ર ! શૈલેશી અવસ્થા પ્રાપ્ત જીવ સદા સીમિત રૂપે પણ કંપતો નથી તેમજ તે