________________
શતક–૩: ઉદ્દેશક-૩
_.
પ્રશ્ન- હે ભગવન્! શ્રમણ નિગ્રંથોને ક્રિયા કઈ રીતે હોય છે?
ઉત્તર- હે મુંડિતપુત્ર ! પ્રમાદના કારણે અને યોગના નિમિત્તે [શરીરાદિની પ્રવૃત્તિથી] શ્રમણ નિગ્રંથો ક્રિયા કરે છે. વિવેચન :
સર્વ પાપોથી વિરત શ્રમણ નિગ્રંથોને પણ પ્રમાદ અને યોગથી ક્રિયા લાગે છે. શ્રમણોને ઉપયોગ રહિત કે યતના રહિત પ્રવૃત્તિથી અથવા શરીર અને ઉપકરણ સંબંધી પ્રમાદથી પ્રમાદજન્ય ક્રિયા લાગે અને કષાય રહિત અવસ્થામાં તેને ઐર્યાપથિક ક્રિયા લાગે છે, જે યોગજન્ય હોય છે. જીવની એજનાદિ ક્રિયા અને મુક્તિ-અમુક્તિ :| ९ जीवे णं भंते ! सया समियं एयइ वेयइ चलइ फंदइ घट्टइ खुब्भइ उदीरइ तं तं भावं परिणमइ ?
हंता मंडियपुत्ता ! जीवे णं सया समियं एयइ जावतं तं भावं परिणमइ । શબ્દાર્થ :- પથ = સ્વસ્થાનમાં કંપે છે, વેય= વિશેષ કંપે છે, વળ= સ્વસ્થતાથી ચાલે છે, પણ = સ્પંદન કરે છે, ઉછળે છે, કૂદે છે, ઘgs = સર્વ દિશામાં ચાલે છે, geભ = ક્ષોભને પ્રાપ્ત થાય છે, ૩ીર = ઉદીરણા કરે છે–પ્રબળતા પૂર્વક પ્રેરિત કરે છે, પરિણામ = તે તે ભાવોને પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું જીવ, સદા સમિત-કંઈક કંપે છે, વિશેષ પ્રકારે કંપે છે, ચાલે છે અર્થાત્ એક સ્થાનથી બીજે સ્થાને જાય છે? સ્પંદન ક્રિયા કરે છે. અર્થાત્ થોડું ચાલે છે? ઘથ્રિત થાય છે? અર્થાત્ સર્વ દિશાઓમાં જાય છે? ક્ષોભને પ્રાપ્ત થાય છે? ઉદીરિત થાય છે અર્થાત્ પ્રબળતાપૂર્વક પ્રેરણા કરે છે? અને તે તે ભાવે પરિણમે છે?
ઉત્તર- હા, મંડિતપુત્ર! જીવ સદા પરિમિત રૂપે કંપે છે, તેમજ તે તે ભાવે પરિણમે છે. અર્થાત્ ઉપર્યુક્ત સમસ્ત ક્રિયા કરે છે. | १० जावं च णं भंते ! से जीवे सया समियं एयइ जाव परिणमइ, तावं च णं तस्स जीवस्स अंते अंतकिरिया भवइ ? णो इणढे समढे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જ્યાં સુધી જીવમાં સતત પરિમિત રૂપે કંપન ક્રિયા તેમજ તે તે ભાવે પરિણમવા રૂપ ક્રિયા થતી હોય ત્યાં સુધી તે જીવની મરણ સમયે અંતક્રિયા મુક્તિ થાય છે?
ઉત્તર- હે મંડિત પુત્ર ! તે વાત શક્ય નથી. કારણકે સક્રિય જીવની અંતક્રિયા–મુક્તિ થતી નથી |११ से केणटेणं भंते ! एवं वुच्चइ- जावं च णं से जीवे सया समियं एयइ