________________
૪૩ર |
શ્રી ભગવતી સૂત્ર-૧
ક્રિયા વિષયક વિશેષ વિવેચન શ્રી સ્થાનાંગ સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં પણ છે.
કાયિકી આદિ ત્રણ ક્રિયાનું આ સ્વરૂપ સ્થલ દષ્ટિએ છે. સૂક્ષ્મદષ્ટિએ આ ત્રણ ક્રિયા સંસારના દરેક પ્રાણીને નિરંતર લાગે છે. સૂક્ષ્મ દૃષ્ટિકોણથી ત્રણ ક્રિયાઓનું સ્વરૂપ- (૧) શરીરના સર્ભાવથી કાયિકી ક્રિયા, (૨) અશુભ અધ્યવસાયના સભાવથી આધિકરણી ક્રિયા (૩) કષાયના સદ્ભાવથી પ્રાષિકી ક્રિયા લાગે છે.
ક્રિયા અને વેદના :७ पुव्वं भंते ! किरिया, पच्छा वेयणा? पुव्वं वेयणा, पच्छा किरिया ?
मंडियपुत्ता ! पुव्वि किरिया, पच्छा वेयणा । णो पुव्वि वेयणा पच्छा વિરિયા ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું પહેલાં ક્રિયા હોય અને પછી વેદના હોય? કે પહેલાં વેદના હોય અને પછી ક્રિયા હોય?
ઉત્તર- હે મંડિતપુત્ર ! પહેલાં ક્રિયા હોય અને પછી વેદના હોય છે, પરંતુ પહેલાં વેદના અને પછી ક્રિયા હોતી નથી. વિવેચન :
કર્મના અનુભવને વેદના કહે છે. ક્રિયાથી કર્મબંધ થાય છે અને કર્મબંધથી વેદના થાય છે. જન્ય અને જનકમાં અભેદની વિવક્ષા કરીએ તો ક્રિયા તે જ કર્મ છે. જે કરાય તે ક્રિયા અને તે એક પ્રકારનું કર્મ છે. વેદાય, અનુભવાય તે વેદના છે, તે કર્મનું ફળ છે. તેથી પહેલા ક્રિયા-કર્મ અને પછી તેના ફળસ્વરૂપ વેદના હોય છે. શ્રમણ નિગ્રંથને ક્રિયા અને કારણ :८ अत्थि णं भंते ! समणाणं णिग्गंथाणं किरिया कज्जइ? हंता अस्थि ।
कह णं भंते ! समणाणं णिग्गंथाणं किरिया कज्जइ ?
मंडियपुत्ता ! पमायपच्चया, जोगणिमित्तं च; एवं खलु समणाणं णिग्गंथाणं किरिया कज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્ ! શું શ્રમણ નિગ્રંથોને ક્રિયા હોય છે ?
ઉત્તર- હા મંડિત પુત્ર! હોય છે.