________________
શતક—૩ : ઉદ્દેશક—૩
ક્રિયા અને પરહસ્ત પ્રાણાતિપાનિકી ક્રિયા.
વિવેચન :
રા
પ્રસ્તુત સૂત્રોમાં ક્રિયાના પાંચ ભેદ અને તે પ્રત્યેકના બે—બે ભેદનું કથન કર્યું છે.
ક્રિયા :– ક્રિયા એટલે કરવું માત્ર નહીં પરંતુ જૈન દર્શનમાં કર્મબંધના કારણ ભૂત પ્રત્યેક ચેષ્ટાને ક્રિયા કહે છે. તે ક્રિયા માનસિક, વાચિક કે કાયિક ગમે તે હોઈ શકે છે. જ્યાં સુધી જીવ સક્રિય છે, ત્યાં સુધી અવશ્ય કર્મબંધ થાય છે.
૧. કાયિકી ક્રિયા :- શરીરથી કાયાથી અથવા કાયામાં થતી ક્રિયા તે કાયિકી ક્રિયા છે. તેના બે ભેદ છે. અનુપરત કાયિકી ક્રિયા – પ્રાણાતિપાતાદિ પાપથી અવિરત જીવોની કાયિક પ્રવૃત્તિ. તે અવિરત જીવોને હોય છે અર્થાત્ પ્રથમ ચાર ગુણસ્થાન સુધી હોય છે. દુષ્પ્રયુક્ત કાયિકી ક્રિયા – દુષ્ટ(પાપ) પ્રવૃત્તિમાં પ્રયુક્ત શરીર દ્વારા લાગતી ક્રિયા અથવા અસાવધાનીથી પ્રયુક્ત શરીર દ્વારા લાગતી ક્રિયા. આ ક્રિયા પ્રમત્ત સંયત ગુણસ્થાન સુધી અર્થાત્ પ્રથમ છ ગુણસ્થાન સુધી હોય છે. કારણ કે તે જીવો વિરત હોવા છતાં પ્રમાદવશ તેની કાયા પણ દુષ્પ્રયુક્ત થઈ શકે છે.
૨. આધિકરલિકી ક્રિયા – :- જેનાથી આત્મા નરકાદિ દુર્ગતિનો અધિકારી બને તેવા અનુષ્ઠાન અથવા તલવાર, ચક્રાદિ શસ્ત્ર વગેરે અધિકરણ છે, તે અધિકરણમાં અથવા અધિકરણથી થતી ક્રિયા. તેના બે ભેદ છે. (૧) સંયોજનાધિકરણ ક્રિયા– સંયોજન-જોડવું. પાપકારી શસ્ત્રના જુદા જુદા ભાગ ભેગા કરીને એક શસ્ત્ર કે યંત્ર બનાવવું. દા.ત. કુહાડીના પાનામાં લાકડાનો હાથો સંયુક્ત કરવો અથવા કોઈ પદાર્થને દુષ્ટ બુદ્ધિથી વિષમિશ્રિત કરવા. (ર) નિર્વર્તનાધિકરણ ક્રિયા– નિર્વર્તન – રચના. તલવાર, ભાલા વગેરે પાપકારી શસ્ત્રોની નવી રચના કરવી, નવા બનાવવા.
(૩) પ્રાàષિકી ક્રિયા :– પ્રદૂષ અથવા મત્સરમાં અથવા પ્રદ્વેષના નિમિત્તથી થતી ક્રિયા. તેના બે ભેદ છે. (૧) જીવપ્રાદેશિકી ક્રિયા– પોતાના પર અથવા અન્ય પર દ્વેષ કરવો અથવા દ્વેષ કરવાથી લાગતી ક્રિયા. (૨) અજીવ પ્રાદેશિકી ક્રિયા– જડ પદાર્થ પર દ્વેષ કરવો અથવા દ્વેષ કરવાથી લાગતી ક્રિયા.
૪. પારિતાપનિકી ક્રિયા :– પરિતાપ-પીડા પહોંચાડવાથી લાગતી ક્રિયા. તેના બે ભેદ છે. (૧) સ્વહસ્ત પારિતાપનિકી ક્રિયા– પોતાના હાથે જ પોતાને અથવા અન્યને અથવા બંનેને પીડા પહોંચાડવી (૨) પરહસ્ત પારિતાપનિકી ક્રિયા– અન્ય દ્વારા અથવા અન્યના નિમિત્તથી પોતાને અથવા અન્યને પીડા પહોંચાડવી.
૫. પ્રાણાતિપાતિકી ક્રિયા :– પ્રાણીઓના પ્રાણના અતિપાત નાશથી લાગતી ક્રિયા. તેના બે ભેદ છે. (૧) સ્વહસ્ત પ્રાણાતિપાતિકી ક્રિયા– પોતાના હાથે જ પોતાના, અન્યના અથવા ઉભયના પ્રાણનો નાશ કરવો.(૨) પરહસ્ત પ્રાણાતિપાતિકી ક્રિયા– અન્ય દ્વારા પોતાના, અન્યના અથવા બંનેના પ્રાણનો નાશ કરાવવો.