________________
| शत-3: 6देश-3
| ४३५ ।
તે ભાવે પરિણમતો નથી અર્થાત્ તે જીવ નિષ્ક્રિય હોય છે. | १३ जावं च णं भंते ! से जीवे णो एयइ जावणो तं तं भावं परिणमइ, तावंच णं तस्स जीवस्स अंते अंतकिरिया भवइ ?
हंता जाव अंते अंतकिरिया भवइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જ્યારે જીવ, સદા સીમિત રૂપે કંપતો નથી તેમજ તે તે ભાવે પરિણમતો નથી ત્યારે તે જીવોની મરણના સમયે અંતક્રિયા–મુક્તિ થાય છે?
ઉત્તર- હા, મંડિતપુત્ર! આ પ્રકારના જીવન અંતક્રિયા થાય છે. १४ से केणटेणं भंते ! जाव अंतकिरिया भवइ ?
मंडियपुत्ता ! जावं च णं से जीवे सया समियं णो एयइ जावणो परिणमइ, तावं च णं से जीवे णो आरंभइ णो सारंभइ णो समारंभइ; णो आरंभे वट्टइ णो सारंभे वट्टइ णो समारंभे वट्टइ; अणारंभमाणे असारंभमाणे असमारंभमाणे; आरंभे अवट्टमाणे सारंभे अवट्टमाणे समारंभे अवट्टमाणे बहूणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं अदुक्खावणयाए जाव अपरितावणयाए वट्टइ । से तेणटेणं मंडियपुत्ता ! एवं वुच्चइ- जावं च णं से जीवे सया समियं णो एयइ जाव णो तं तं भाव परिणमइ, तावं च णं तस्स जीवस्स अंते अंतकिरीया भवइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે આ પ્રકારના જીવની મુક્તિ થાય છે?
ઉત્તર- હે મંડિતપુત્ર! જ્યારે તે જીવ સદા પરિમિત રૂપે કંપતો નથી, તેમજ તે તે ભાવે પરિણમતો નથી, ત્યારે તે જીવ આરંભ કરતો નથી, સંરંભ કરતો નથી, સમારંભ કરતો નથી; આરંભ, સંરંભ અને સમારંભમાં પ્રવર્તતો નથી; આરંભ સંરંભ સમારંભ નહીં કરતો તથા આરંભ, સંરંભ અને અને સમારંભમાં નહી પ્રવર્તતો તે જીવ; અનેક પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોને દુઃખ પહોંચાડવામાં તેમજ પરિતાપ ઉપજાવવામાં નિમિત્ત બનતો નથી. તેથી તે મંડિતપુત્ર! એ પ્રમાણે કહેવાય છે કે જે જીવ હલન-ચલન આદિ ક્રિયા કરતો નથી તે જીવ મરણના અંત સમયે અંતક્રિયા–મુક્તિ પામી શકે છે. १५ से जहाणामए केइ पुरिसे सुक्कं तणहत्थयं जायतेयंसि पक्खिवेज्जा, से णूणं मंडियपुत्ता ! से सुक्के तणहत्थए जायतेयंसि पक्खित्ते समाणे खिप्पामेव मसमसाविज्जइ ? हंता, मसमसाविज्जइ ।।
से जहाणामए केइ पुरिसे तत्तंसि अयकवल्लंसि उदगबिंदु पक्खिवेज्जा,